
-મશીન છોડાવવા માટે પૈસા માંગવામાં આવ્યા હોવાનો આક્ષેપ, સત્તાવાર ખુલાસા બાદ જ સમગ્ર ગેરરીતિની સાચી હકીકત સ્પષ્ટ થશે.
પંચમહાલના શહેરા તાલુકાના શેખપુર ગામમાં જમીન સમતલ કરતી વખતે JCB મશીન જપ્ત કરાયું છે. મશીનના માલિકે પ્રાંત અધિકારીના ડ્રાઈવર પર પાંચ લાખ રૂપિયા માંગવાનો આરોપ લગાવ્યો છે.

શેખપુરના સર્વે નંબર 277ની જમીન પર મકાન બનાવવા જમીન સમતલ કરવા JCB ભાડે લવાયું હતું. કામ ચાલતું હતું ત્યારે પ્રાંત અધિકારી ત્યાં પહોંચ્યા. જમીનમાંથી પથ્થર કાઢવામાં આવતા હોવાની શંકાથી JCB મશીનને શહેરા લઈ જવાયું.
JCB મશીનના માલિક ગુલાબસિંહના કહેવા મુજબ, તેમણે મશીન છોડાવવા રજૂઆત કરી. ગુલાબસિંહે આરોપ લગાવ્યો કે મશીન છોડાવવા પાંચ લાખ રૂપિયા માંગવામાં આવ્યા. રકમ ન હોવાથી તેમણે 25 હજાર રૂપિયા આપવાની વાત કરી.

જમીન માલિકે સ્પષ્ટતા કરી કે, મકાન બનાવવા જમીન સમતલ કરવાનું કામ ચાલતું હતું. આ આરોપો અંગે પ્રાંત અધિકારીનો પક્ષ અને સત્તાવાર વિગતો સામે આવ્યા પછી જ સાચી હકીકત સ્પષ્ટ થશે.