કાલોલમાં દુર્ગાષ્ટમી નિમિત્તે વેરાઈ માતાજીના મંદિરે ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો

આસો સુદ આઠમ એટલે કે નવરાત્રિનો અત્યંત પવિત્ર દિવસ, જેને દુર્ગાષ્ટમી તથા મહાઅષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસનું ખૂબ જ અનોખું અને વિશેષ મહત્વ રહેલું છે. મહાઅષ્ટમીના આ પવિત્ર અવસરે મા અંબાના વિવિધ મંદિરોમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે હવન અને પૂજનના આયોજનો કરવામાં આવે છે.

તેના જ ભાગ‚પે કાલોલના ઝાપા બજાર સ્થિત દશાલાડ સમાજની કુળદેવી શ્રી વેરાઈ માતાજીના મંદિરે ભક્તિમય માહોલમાં હવન અને પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. દશાલાડ સમાજ દ્વારા આયોજીત આ ધાર્મિક મહોત્સવમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી માતાજીનું પંચામૃત સ્નાન, પવિત્ર પૂજન તથા નવચંડી યજ્ઞ સંપન્ન કરાવવામાં આવ્યો હતો.

આ ધાર્મિક પ્રસંગે દશાલાડ જ્ઞાતિના મોટી સંખ્યામાં ભક્તજનો અને જ્ઞાતિજનોએ હાજર રહી દર્શન, પૂજન અને યજ્ઞનો આહુતિ આપીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર વાતાવરણ માતાજીના જય ઘોષ અને વૈદિક મંત્રોચ્ચારથી ભક્તિમય બની ગયું હતું.