
પુનજીર્વિત થતાં વૃક્ષ સાથે જોડાયેલી શ્રદ્ધા અને વિવિધ માન્યતાઓ.
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ગડોઈ ગામમાં એક પૌરાણિક વૃક્ષ નીચે રાવણ અને મંદોદરીની અતિ પ્રાચીન ખંડિત મૂર્તિઓ આવેલી છે. વિજયાદશમી (દશેરા) ના પવિત્ર પર્વે કેટલાક લોકો અહીં ખાસ પૂજા-અર્ચના કરવા આવે છે, જ્યારે અન્ય સામાન્ય દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ અહીં દીવો અને અગરબત્તી કરીને શ્રદ્ધા વ્યક્ત કરે છે.
પૌરાણિક દંતકથા અનુસાર આ સ્થળને પૃથ્વીનું મધ્યબિંદુ મનાય છે : લોકવાયકા મુજબ રાવણ અને મંદોદરીએ પોતાના પ્રવાસ દરમિયાન આ સ્થળે રાત્રિ રોકાણ કરીને શિવલિંગ અને મંદિરની સ્થાપના કરી હતી. પૌરાણિક માન્યતા અનુસાર આ સ્થળને પૃથ્વીનું મધ્યબિંદુ માનવામાં આવે છે. મૂર્તિઓ નજીક શિવલિંગનો ખંડિત ભાગ તથા પ્રાચીન કોતરેલા પથ્થરો પણ જોવા મળે છે.
જમીનમાં મોટું મંદિર સમાઈ ગયું હોવાની પૌરાણિક લોકવાયકા : સ્થાનિક લોકોમાં એવી દ્રઢ માન્યતા છે કે અહીં રોકાયા બાદ રાવણ મૃત્યુ પામીને જમીનમાં સમાઈ ગયો હતો અને તેની સાથે એક મોટું ભવ્ય મંદિર પણ ધરતીમાં ગરકાવ થઈ ગયું હતું. ગ્રામજનોનું માનવું છે કે જો પુરાતત્વ વિભાગ દ્વારા આ સ્થળે યોગ્ય ખોદકામ કરવામાં આવે તો પ્રાચીન મંદિરના અવશેષો બહાર આવી શકે છે.
પુનજીર્વિત થતાં વૃક્ષ સાથે જોડાયેલી શ્રદ્ધા અને વિવિધ માન્યતાઓ : આ સ્થળે આવેલું પૌરાણિક વૃક્ષ બે થી ત્રણ વખત નાશ પામ્યા બાદ પણ કુદરતી રીતે ફરી જીવંત થયું હોવાની ગાઢ આસ્થા લોકો ધરાવે છે. વર્ષોથી ચાલી આવતી લોકવાયકાઓને કારણે અહી ભિન્ન-ભિન્ન માન્યતાઓ પ્રચલિત છે, જે આ પૌરાણિક સ્થળને સમગ્ર દાહોદ પંથકમાં રહસ્યમય અને શ્રદ્ધાનું કેન્દ્ર બનાવે છે. અને તેના મૂળ દૂર દૂર સુધી ફેલાયેલા છે બે થી ત્રણ વખત આ વૃક્ષ નો નાશ થયો હતો અને ફરીથી તે જીવંત થયું તેવી પણ આસ્થા રહેલી છે આજ ના યુગ માં આ સ્થળ ની સાચી માહિતી કોઈ પાસે નથી વર્ષો થી ચાલી આવી લોકવાયકા પ્રમાણે બધા અલગ અલગ માન્યતા ધરાવે છે તે પ્રમાણે અલગ અલગ લોકવાયકાઓ અહી સાંભળવા મળે છે.