કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર સામે બાંયો ચઢાવનાર ભાજપે પોતે ૧૪ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી

કોંગ્રેસે જ્યારે નગરપાલિકા માટે મુસ્લિમો ઉમેદવારની જાહેરાત કરી ત્યારે ભાજપે વિરોધ કર્યો ત્યારે તેણે પોતે જ અમદાવાદ જિલ્લામાં વિવિધ બેઠકો પર ૧૪ મુસ્લિમો ઉમેદવારને ટિકિટ આપી છે. આ જાઈને કોઈને પણ આશ્ચર્ય થાય તેમ છે. કોંગ્રેસના મુસ્લિમો ઉમેદવારનો વિરોધ અને ભાજપમાં મુસ્લિમો ઉમેદવારનું સ્વાગત આમ કેમ. આ અંગે ભાજપના જ આગેવાનોને પછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરે છે. તેમનો દાવો હતો કે કોંગ્રેસ હિંદુ વિસ્તારમાં પણ મુસ્લિમો ઉમેદવાર માથા પર થોપે છે, જ્યારે અમે તો જ્યાં મુસ્લિમો વિસ્તાર છે ત્યાં જ મુસ્લિમોને ટિકિટ આપી છે. હવે ભાજપના આ દાવાનો કોંગ્રેસ શું જવાબ આપે છે તે જાવાનું રહ્યું. આગામી દિવસોમાં આ મુદ્દો રાજકીય ગરમાટ પકડશે તો આશ્ચર્ય નહીં થાય.

પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલે (૧૧ એપ્રિલે) ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતા ભાજપ-કોંગ્રેસના ૧૭ હજારથી વધુ ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવી છે. બપોર સુધીમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જાવાઈ રહી છે.ગુજરાતી સમાચાર સબ્સ્ક્રપ્શન

ભાજપે વિરમગામ અને ધોળકા નગરપાલિકાના ૭૨ ઉમેદવારો જાહેર કર્યા છે. સાથે જ વિરમગામ પંચાયતના ૨૦, ધોલેરા તાલુકા પંચાયતમાં ૧૬, બાવળા તાલુકા પંચાયતમાં ૧૮, માંડલ તાલુકા પંચાયતમાં ૧૬, ધંધુકા તાલુકા પંચાયતના ૧૬, ધોળકા તાલુકા પંચાયતમાં ૨૨, દસક્રોઈ તાલુકા પંચાયતમાં ૨૮, દેત્રોજ તાલુકા પંચાયતમાં ૧૬ અને સાંણદ તાલુકા પંચાયતમાં ૨૪ ઉમેદવારો જાહેર કર્યા છે.

અમદાવાદના પાલડીમાં કોંગ્રેસના મુસ્લિમો ઉમેદવાર પર વિવાદ ઉભો કરનાર ભાજપે બીજી યાદીમાં ૧૪ મુસ્લિમો ઉમેદવારને ટિકિટ આપી છે. જેમાં ધોળકા નગરપાલિકામાં ૮, વિરમગામ નગરપાલિકામાં ૩, વિરમગામ તા.પંચાયતમાં ૧, ધંધુકા તા.પંચાયતમાં ૧ અને સાણંદ તા.પંચાયતમાં ૧ મુસ્લિમો ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે.

ભાજપે આખરે નગરપાલિકા અને પંચાયત ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દીધી છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આવતીકાલે (૧૧ એપ્રિલ) ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હોવા છતાં, ૧૭,૦૦૦થી વધુ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે. ભાજપે આજે સંસદીય બોર્ડની બેઠક પણ બોલાવી છે. બપોર સુધીમાં બધા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.

ભાજપે વિરમગામ અને ધોળકા નગરપાલિકા માટે ૭૨ ઉમેદવારોની જાહેરાત કરી. વધુમાં, વિરમગામ પંચાયત માટે ૨૦, ધોલેરા તાલુકા પંચાયત માટે ૧૬, બાવળા તાલુકા પંચાયત માટે ૧૮, માંડલ તાલુકા પંચાયત માટે ૧૬, ધંધુકા તાલુકા પંચાયત માટે ૧૬, ધોળકા તાલુકા પંચાયત માટે ૨૨, દસક્રોઈ તાલુકા પંચાયત માટે ૨૮, દેત્રોજ તાલુકા પંચાયત માટે ૧૬ અને સાણંદ તાલુકા પંચાયત માટે ૨૪ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે