
બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટા પાયે પક્ષપલટાના સંકેતો મળી રહૃાા છે, જેના કારણે રાજ્યનું રાજકીય સમીકરણ સંપૂર્ણપણે બદૃલાઈ શકે તેમ છે. ચર્ચા છે કે કોંગ્રેસના તમામ ૬ ધારાસભ્યો ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ(યુનાઇટેડ)માં જોડાઈ શકે છે. જો આવું થશે, તો ૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભામાં કોંગ્રેસનું અસ્તિત્વ શૂન્ય થઈ જશે. રિપોર્ટ્સ અનુસાર, આ ધારાસભ્યો પક્ષની કામગીરીથી નારાજ છે અને તાજેતરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત મહત્ત્વની બેઠકો અને કાર્યક્રમોથી પણ તેઓએ અંતર જાળવી રાખ્યું હતું, જે તેમના પક્ષ છોડવાના મજબૂત પુરાવા માનવામાં આવે છે.
જો કોંગ્રેસના આ ૬ ધારાસભ્યો જેડીયુમાં જોડાશે, તો નીતિશ કુમારની પાર્ટી ૯૧ ધારાસભ્યો સાથે વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી બની જશે અને ભાજપને પાછળ છોડી દૃેશે. હાલમાં ૮૯ બેઠકો સાથે ભાજપ પ્રથમ ક્રમે છે. જોકે, ભાજપ પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે સક્રિય છે. સમાચાર છે કે ભાજપ ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી ’રાષ્ટ્રીય લોક મોરચા’ ના અસંતુષ્ટ ધારાસભ્યો પર નજર રાખી રહૃાું છે. ઇન્સ્ના ૪ માંથી ૩ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે, કારણ કે તેઓ કુશવાહા દ્વારા તેમના પુત્રને કેબિનેટ મંત્રી બનાવવાના નિર્ણયથી નારાજ છે.
બીજી તરફ, બિહારના રાજકારણમાં અન્ય એક મહત્ત્વની હલચલ ’ઘર વાપસી’ને લઈને જોવા મળી રહી છે. જેડીયુના પૂર્વ દિગ્ગજ નેતા આરસીપી િંસહ, જેઓ નીતિશ કુમારથી અલગ થઈને પ્રશાંત કિશોરની ’જન સુરાજ’માં જોડાયા હતા, તેઓ ફરીથી જેડીયુમાં પરત ફરે તેવી શક્યતા છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં નીતિશ કુમાર અને આરસીપી િંસહની સાથે હાજરીએ આ અટકળોને વેગ આપ્યો છે. આમ, આગામી દિવસોમાં બિહારના સત્તાધારી ગઠબંધનમાં નંબર ગેમ અને પદૃ માટે મોટી ખેંચતાણ જોવા મળી શકે છે.