
ભારતને ’આત્મનિર્ભર’ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા ’સ્વદેશોત્સવ ૨૦૨૫’નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે શુક્રવારે અમદાવાદમાં ગુજરાત યુનિવસટી મેદાન ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રવ્યાપી એક્સ્પો ૫ ડિસેમ્બર, ૨૦૨૫ થી ૯ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે. ગૃહમંત્રીએ ઉદ્ઘાટન સમારોહ બાદ સ્વદેશી શક્તિના પ્રતીક સમી ’સ્વાનુભૂતિ પ્રદર્શની’ પણ ખુલ્લી મુકી હતી.
૬ ડિસેમ્બરે ’સ્ટાર્ટઅપ્સ ઉડાન ૨૦૨૫’ અને ’સ્વદેશી સંકલ્પ અભિયાન’ પર સેમિનાર યોજાશે. ૭ ડિસેમ્બરે ’માતૃશક્તિની ભૂમિકા’ અને ’સાયબર સિક્યુરિટી અવેરનેસ’ જેવા મહત્ત્વના વિષયો પર સત્રો યોજાવાના છે. ૮ ડિસેમ્બરે ’આયુર્વેદ અને સ્વાસ્થ્ય’ પર અને ૯ ડિસેમ્બરે ’પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી’ જેવા વિષયો પર સત્રો યોજાશે.
ગુજરાત યુનિવસટી મેદાન ખાતે આયોજિત આ મહોત્સવ જ્ઞાન, કલા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાનો અવસર પૂરો પાડશે. આ અવસરે સ્વણમ જાગરણ મંચના પદાધિકારીઓ પણ જોડાયા હતા.