
આજથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. જોકે અમદાવાદ જવાને બદલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના સકટ હાઉસ ખાતે અચાનક પહોંચ્યા હતાં અને ત્યાં તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
અમિત શાહ અમદાવાદના કાર્યક્રમ પછી મહાત્મા મંદિર જવાના હતા, પરંતુ છેલ્લી ક્ષણે કાર્યક્રમમાં ફેરફાર કરીને તેઓ સીધા ગાંધીનગર સકટ હાઉસમાં આવી પહોંચ્યા હતા. તેમની આ અચાનક મુલાકાતને કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ અટકળોનો માહોલ સર્જાયો છે.
આ બેઠક દરમિયાન રાજ્યના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની માહિતી મળી રહી છે. જોકે બેઠકમાં શું ચર્ચાયું તેની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડ્ઢઅઝ્રસ્ હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી આ બેઠકને રાજ્યની આગામી રાજકીય ગતિવિધિઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ૫ થી ૭ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ત્રિદિવસીય ગુજરાત પ્રવાસે છે, જેમાં તેઓ ગાંધીનગરથી લઈને અમદાવાદ અને બનાસકાંઠા સુધીના વિવિધ વિસ્તારોમાં અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ લોકો સાથે સીધો સંવાદ પણ કરશે અને અનેક મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે.
પ્રવાસના પ્રથમ દિવસે અમિત શાહ ગાંધીનગરમાં કોર્પોરેશનના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું શહેરમાં વિવિધ તળાવો, બગીચાઓ અને સરકારી સુવિધાઓના ઉદ્ધાટન કર્યા સાથે જ તેમણે લોકો સાથે સીધો સંવાદ કર્યો અને શહેરના વિકાસ માટે નવી દિશા આપશે.
પ્રવાસના બીજા દિવસે અમિત શાહ બનાસકાંઠાના પ્રવાસે રહેશે. અહીં તેઓ બનાસ ડેરીના વિવિધ નવનિમત પ્લાન્ટનું લોકાર્પણ કરશે. તેઓ ડેરીના કાર્ય પરિચય માટે પ્લાન્ટની મુલાકાત પણ લેશે. પ્રવાસના અંતિમ દિવસે અમિત શાહ અમદાવાદ શહેરમાં અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. શહેરની વિવિધ જગ્યાઓ પર વિકાસ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાંથી મુખ્ય આ પ્રમાણે છે. થલતેજમાં ૮૬૧ ઈઉજી આવાસનું લોકાર્પણ, સરખેજ અને બોડકદેવ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ,ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન,સાઉથ બોપલમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ,નવીન વાપુર તળાવનું લોકાર્પણ,નવા વાડજમાં ૩૫૦ ઇડબ્લ્યુએસ આવાસનું લોકાર્પણ,ગોતામાં મોટા પાયે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે