કાલોલ રામનાથ સ્થિત ગોમા નદીમાં મામલતદારે ગેરકાયદે રેતી ખનન કરતા બે ટ્રેકટર ઝડપી પાડ્યા હતા.
કાલોલ તાલુકાના રામનાથ અને કંડાચ સ્થિત ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યુ હોવાના પગલે મામલતદાર અને સર્કલ ઓફિસરની ગાડી નદી પટમાં પહોંચી ત્યારે ૭/૮ ટ્રેકટરો રેતી ખનન કરતા જોવા મળ્યા હતા. જોકે એ સમયે જરી સ્ટાફના અભાવે મોટાભાગના ટ્રેકટરો ધટના સ્થળેથી પલાયન થઈ ગયા હતા. એ પરિસ્થિતિમાં મામલતદાર અને સર્કલ ઓફિસરના પ્રયાસોથી ગેરકાયદે રેતી ખનન કરતા બે ટ્રેકટરો ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ટ્રેકટરોમાં બંને ટ્રેકટરો રેતી ભરેલ હાલતમાં મળી આવ્યા હતા. મામલતદારે બંને ટ્રેકટરો જપ્ત કરી ટ્રેકટર માલિક અંગેની પુછપરછના આધારે એક ટ્રેકટર વિષ્ણુ વિક્રમભાઈ રાઠોડનુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. જયારે કબ્જે કરેલા બીજા ટ્રેકટરના ચાલકે મામલતદાર કચેરી ખાતે નામઠામ લખાવ્યા વિના જ ટ્રેકટર છોડીને ભાગી ગયો હતો. જેથી હાલ કબ્જે કરાયેલા બંને ટ્રેકટરો અંગે જવાબદાર ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરી ખનન માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીર હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, દેલોલ, રામનાથ, કંડાચ, સગનપુરા અને બો સુધી હાલ ગોમા નદીના પટમાં મોટા ૫્રમાણમાં ગેરકાયદે રેતી ખનન થતુ હોવાની લોકબુમો ઉઠવા પામી છે.