
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમએ ડિજિટલ ટિકિટ બુિંકગ ક્ષેત્રે નવો વિક્રમ સ્થાપ્યો છે. ભાઈબીજના દિવસે એટલે કે ૧૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ રાજ્યમાં એક જ દિવસમાં એસટી બસની ૧,૪૬,૮૭૫ સીટનું બુિંકગ નોંધાયું હતું. નિગમના ઇતિહાસમાં એક દિવસમાં થયેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ બુિંકગ છે. ખાસ વાત એ છે કે કુલ બુિંકગમાંથી ૯૯,૪૦૨ સીટનું બુિંકગ માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા થયું હતું. આ આંકડા દર્શાવે છે કે મુસાફરોમાં ઓનલાઈન ટિકિટ બુિંકગનો ઉપયોગ સતત વધી રહૃાો છે.
જીએસઆરટીસીના જણાવ્યા અનુસાર, ભાઈબીજના દિૃવસે ડિજિટલ ટિકિટ બુિંકગ દ્વારા કુલ રૂ.૩.૫૫ કરોડની આવક થઈ હતી. તેમાંથી મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી જ રૂ.૨.૨૭ કરોડની આવક નોંધાઈ હતી. જ્યારે ૧૧ નવેમ્બરના રોજ નિગમની તમામ સેવાઓની કુલ આવક રૂ.૧૩ કરોડથી વધુ રહી હતી.
નિગમના જણાવ્યા મુજબ, ડિજિટલ બુિંકગ અને આવકની ષ્ટિએ દૃેશનાં રાજ્ય પરિવહન નિગમોમાં ગુજરાત પ્રથમ સ્થાને રહૃાું છે. જીએસઆરટીસીએ સતત સાતમા વર્ષે આ સ્થાન જાળવી રાખ્યું હોવાનું જણાવાયું છે.
જીએસઆરટીસીના ડિજિટલ બુિંકગના આંકડા પર નજર કરીએ તો વર્ષ ૨૦૧૯માં એક દિવસમાં ૭૪,૩૬૮ સીટનું બુિંકગ થયું હતું, જેના થકી રૂ.૧.૫૩ કરોડની આવક થઈ હતી. ત્યારબાદ વર્ષો દરમિયાન ડિજિટલ બુિંકગમાં સતત વધારો નોંધાયો છે. હવે ભાઈબીજના દિવસે આ આંકડો વધીને ૧,૪૬,૮૭૫ સીટ સુધી પહોંચ્યો છે.
આ સિદ્ધિ બદૃલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જીએસઆરટીસીના ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તહેવારના દિવસોમાં કર્મચારીઓએ પોતાના પરિવાર સાથે સમય વિતાવવાને બદલે મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે ફરજ બજાવી હતી. કર્મચારીઓની મહેનત અને નિષ્ઠાને કારણે જ નિગમ આ સિદ્ધિ હાંસલ કરી શક્યું છે.
મુસાફરોને સરળ, પારદર્શક અને આધુનિક પરિવહન સુવિધા આપવા માટે જીએસઆરટીસી દ્વારા ડિજિટલ ટિકિિંટગને પ્રોત્સાહન આપવામાં આવી રહૃાું છે. ભાઈબીજના દિવસે થયેલું રેકોર્ડ બુિંકગ દર્શાવે છે કે હવે મોટી સંખ્યામાં મુસાફરો ટિકિટ કાઉન્ટર પર જવાને બદૃલે મોબાઇલ એપ અને ઓનલાઈન માધ્યમો દ્વારા ટિકિટ બુક કરવાનું પસંદ કરી રહૃાા છે.