દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટ પહેલાં વિવાદ, ગીતો અને બુલેટ બેલ્ટને લઈને પોલીસ કમિશનરને રજૂઆત

પંજાબી ગાયક દિલજીત દોસાંજના અમદાવાદમાં યોજાનારા લાઇવ કોન્સર્ટ પહેલાં વિવાદ ઊભો થયો છે. ૨૧ નવેમ્બરે નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ , મોટેરા ખાતે યોજાનારા ‚પ્ો ઓરા ઇન્ડિયા ટૂર કોન્સર્ટને લઈને અમદાવાદના જિલ્લા બાળ સુરક્ષા એકમના જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. તેમાં કોન્સર્ટ દરમિયાન દારૂ, નશીલા પદાર્થો અને હથિયારોનું મહિમાગાન કરતાં ગીતો ન ગાવા, બાળકોને સ્ટેજ પર ન બોલાવવા અને બુલેટ બેલ્ટ ન પહેરવા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે.

આ રજૂઆત ડૉ. પંડિતરાવ ધારેનાવર દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે કરાઈ છે. પત્રમાં જણાવાયું છે કે પાંચ વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને પણ કોન્સર્ટમાં પ્રવેશની મંજૂરી હોવાથી તેમના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવા જ‚રી છે.

ડીસીપીયુના પત્રમાં દિલજીતનાં ચાર ગીતોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં પટિયાલા પ્ોગ,૫ તારા થીકે,જીબ વિચાો ફીમ લબિયા અન્ો જટ્ટુ ઉઠે ફાયર કરદા જીત્ો પબંદૃી હાથિયારા દી અને જટ્ટુ ઇત્તે આગ કરદા જીત્ો પાબંદી હાથિયાર દી નો સમાવેશ થાય છે.

પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે આ ગીતોમાં દારૂ, અફીણ અને અન્ય નશીલા પદૃાર્થો તેમજ હથિયારો અને િંહસાનું મહિમાગાન થતું હોવાનો આક્ષેપ છે. ગીતોના શબ્દૃોમાં ફેરફાર કરીને રજૂ કરવામાં આવે તો પણ તેની બાળકો અને યુવાનોના માનસ પર નકારાત્મક અસર થઈ શકે છે. તેથી કોન્સર્ટમાં આવાં ગીતો રજૂ ન થાય તે માટે કાર્યવાહી કરવાની વિનંતી કરાઈ છે.

પત્રમાં કોન્સર્ટ દરમિયાન બાળકોને સ્ટેજ પર બોલાવવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. રજૂઆત મુજબ, લાઇવ શો દરમિયાન અવાજનું સ્તર ૧૨૦ ડેસિબલથી વધુ હોઈ શકે છે. આ ઉપરાંત લેશ લાઇટ્સ, સ્પોટ લાઇટ્સ અને બીમ લાઇટ્સનો ઝડપથી બદલાતો પ્રકાશ નાના બાળકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આ કારણોસર બાળકોને સ્ટેજ પર બોલાવવાની મંજૂરી ન આપવાની વિનંતી કરવામાં આવી છે.

ડીસીપીયુએ દિલજીત દોસાંજ સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન છાતી પર કારતૂસ અથવા બુલેટ બેલ્ટ પહેરે નહીં તેવી પણ રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું છે કે આવા પ્રતીકો ગન કલ્ચર અને િંહસક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા હોવાની આશંકા છે, જેની પ્રેક્ષકો અને બાળકો પર નકારાત્મક અસર પડી શકે છે.

આ રજૂઆતમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ૨૨ જુલાઈ, ૨૦૧૯ના ચુકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્ર મુજબ, હાઈકોર્ટે બાળકો પર નકારાત્મક અસર કરી શકે તેવાં નશા અને િંહસાનું મહિમાગાન કરતાં ગીતો અંગે નિર્દૃેશ આપ્યા હતા. સાથે જ કેન્દ્ર સરકારના ‘નશા મુક્ત ભારત અભિયાનનો પણ સંદૃર્ભ આપવામાં આવ્યો છે.