ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછળ ઠેલાય તેવી સંભાવના

ગુજરાતના રાજકીય અને વહીવટી વર્તુળોમાં આગામી મહિનાઓ માટે મહત્વના ફેરફારના સંકેતો મળી રહૃાા છે. રાજ્યમાં ‘મિની વિધાનસભા તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ હવે સમયસર યોજાવાની શક્યતા ઓછી દૃેખાઈ રહી છે. પરિણામે અમદૃાવાદૃ સહિત રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ, ૮૦ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતો અને ૧૮૦થી વધુ તાલુકા પંચાયતોમાં તાત્કાલિક સમયગાળા માટે વહીટદૃાર રાજ લાગુ થવાની પ્રબળ શક્યતા ઉભી થઈ છે.

મુખ્ય કારણ તરીકે સીમાંકન, અનામત બેઠકોનું પુન:નિર્ધારણ અને મતદૃાર યાદૃીની અંતિમ પ્રક્રિયામાં વિલંબ સામે આવી રહૃાો છે. ખાસ કરીને આ વખતે ૨૭ ટકા ઓબીસી અનામતના અમલ અને વસ્તી ગણતરીના આધારે બેઠકો ફાળવવાની પ્રક્રિયા હજી પૂર્ણ ન થતાં ચૂંટણીની સમયરેખા આગળ ખસતી જાય છે. નવરચિત મહાનગરપાલિકાઓમાં વોર્ડ રચના અને વહીવટી માળખું ગોઠવવામાં પણ નોંધપાત્ર સમય લાગી રહૃાો છે.

વહીવટી સૂત્રોના જણાવ્યા મુજબ, હાલની ચૂંટાયેલી પાંખોની મુદત પૂર્ણ થતા જ રાજ્ય સરકાર દ્વારા આ તમામ સંસ્થાઓમાં કલેક્ટર અથવા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવશે. આ દરમિયાન નીતિગત અને વિકાસલક્ષી મોટા નિર્ણયો પર અણૌપચારિક બ્રેક લાગશે, જ્યારે રોજિંદા અને આવશ્યક વહીવટી કામકાજ અધિકારીઓના હસ્તક ચાલતું રહેશે.

પરિસ્થિતિને વધુ જટિલ બનાવતું એક મહત્વનું પરિબળ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલો મતદૃાર યાદૃી સઘન સુધારણા કાર્યક્રમ છે. હાલ ગુજરાત સહિત દૃેશના ૧૨ રાજ્યોમાં આ વિશેષ અભિયાન ચાલી રહૃાું છે. અમદૃાવાદૃ સહિત રાજ્યની તમામ ૧૭ મહાનગરપાલિકા, ૮૦ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયતો અને લગભગ ૧૮૦ તાલુકા પંચાયતોની ચૂંટણી નવી અને અંતિમ મતદૃાર યાદૃી પ્રસિદ્ધ થયા બાદૃ જ યોજી શકાય તેવો કાનૂની બંધારણ છે.

ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર, મતદૃાર યાદૃીમાંથી નામ કમી કરવા કે સુધારવા સંદૃર્ભે આવેલી અરજીઓ પર હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે અને ૧૭ ફેબ્રુઆરીએ સુધારેલી મતદૃાર યાદૃી જાહેર થવાની છે. ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવી શક્ય નથી. આ ઉપરાંત ફેબ્રુઆરી-માર્ચ દૃરમિયાન ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ તેમજ ત્યારબાદૃ શાળાઓની આંતરિક પરીક્ષાઓ શ‚ થતી હોવાથી ચૂંટણી આયોજન વધુ મુશ્કેલ બન્યું છે.

આ તમામ પરિસ્થિતિ વચ્ચે ૯ માર્ચના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તમામ જિલ્લાકક્ષાના કલેક્ટરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ચૂંટણીના સંભવિત સમયપત્રક, વહીવટદાર રાજની અવધિ અને તબક્કાવાર ચૂંટણી અંગે ચર્ચા થવાની શક્યતા છે. સૂત્રો માને છે કે એપ્રિલના અંત ભાગમાં અથવા મેના પ્રથમ પખવાડિયામાં તબક્કાવાર રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની દિશામાં વિચાર થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૧-૨૨માં ફેબ્રુઆરી-માર્ચ દૃરમિયાન કોરોનાની નિયંત્રણો વચ્ચે આવી ‘મિની વિધાનસભા સમાન ચૂંટણીઓ યોજાઈ હતી. જોકે આ વખતે પરિસ્થિતિ ભિન્ન છે અને મતદૃાર યાદૃીની પ્રક્રિયા સૌથી મોટો અવરોધ બની છે. પરિણામે રાજ્યના રાજકારણમાં આગામી કેટલાક મહિના સુધી વહીવટી શાસન કેન્દ્રસ્થાને રહે તેવી સંભાવના વધુ મજબૂત બની છે.