
ગુજરાતમાં ઠંડીના કહેર વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદૃ એટલે કે માવઠાનું સંકટ તોળાઈ રહૃાું છે. હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ, આગામી ૨૧ થી ૨૬ જાન્યુઆરી દૃરમિયાન રાજ્યના વાતાવરણ માં મોટો પલટો આવશે. ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદૃી ઝાપટાં પડવાની શક્યતાને પગલે કેરીના પાક અને રવિ પાક લેતા ખેડૂતોમાં ભારે િંચતા પ્રસરી ગઈ છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ૨૧ જાન્યુઆરીથી રાજ્યમાં વાદૃળછાયું વાતાવરણ સર્જાશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હળવો કમોસમી વરસાદૃ પડી શકે છે. આ માવઠાને કારણે કેરીના મોર (ફૂલ) અને અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
૨૬ જાન્યુઆરીની આસપાસ ઉત્તર ભારત સહિત ગુજરાતમાં ઠંડીની તીવ્ર લહેર જોવા મળશે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં બરફવર્ષા અને વરસાદૃની અસર ગુજરાત પર પણ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં ધરખમ ઘટાડો થતા ‘કાતિલ ઠંડી અનુભવાશે.રાજ્યમાં હાલ ઠંડીનું જોર યથાવત છે. લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો, નલિયા ૯.૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. જ્યારે અમરેલી ૯.૬ ડિગ્રી તાપમાન સાથે બીજા નંબરે રહૃાું છે. જો આગામી દિૃવસોમાં વાદૃળછાયું વાતાવરણ સર્જાશે, તો પવનની ગતિ અને ભેજને કારણે ઠંડી ‘ભૂક્કા બોલાવશે તેવી શક્યતા છે.