
મેશરી નદી બે કાંઠે વહેતી થઈ, મેશરી નદી કોઝ વે પર વાહન વ્યવહાર બંધ કરાયો.
ગોધરા શહેરમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબકયો હતો. બે કલાકમાં ૩ ઈંચ ઉપરાંત વરસાદ નોંધાતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને લઈ મેશરી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. સતત પડી રહેલા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબકયો હતો. સવારે ૬ વાગ્યા થી ૮ વાગ્યા સુધીમાં ગોધરા શહેરમા: ૩.૪ ઈંચ વરસાદ નોંધાવા પામ્યો હતો. ભારે વરસાદને લઈ શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદને લઈ મેશરી નદી બે કાંઠે વહેતી થઈ હતી. મેશરી નદીના કોઝ વે પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદને લઈ જીલ્લા સેવા સદન, જીલ્લા પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિત કોર્ટ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. ગોધરામાં સતત બીજા દિવસે પણ મેધરાજાએ ધભરાટી બોલાવતા વાતાવરણમંા ઠંડક પ્રસરી જવા પામી છે અને દિવસભર વાતારવણ વાદળછાયું રહ્યું છે.
બોકસ: પંચમહાલ જીલ્લામાં સવારે ૬ વાગ્યા થી ૮ વાગ્યા સુધી નોંધાયેલ વરસાદના આંકડા…
શહેરા – ૨૧ મી.મી.
મોરવા(હ) – ૨૧ મી.મી.
ગોધરા – ૩ ઈંચ
કાલોલ – ૨૦ મી.મી.
ધોધંબા – ૨૨ મી.મી.
હાલોલ – ૫૧ મી.મી.
જાંબુધોડા – ૩ મી.મી.