ધોધંબાના મોલ ગામેથી રૂ.૩.૬૭ લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

ધોધંબા તાલુકાના મોલ ગામે રહેતા ઈસમો પોતાના કબ્જાના મકાનમાં દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના બીયર ટીન અને દારૂ મળી કુલ રૂ.૩,૬૭,૭,૮૭૧/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં રેઈડ દરમિયાન આરોપી મળી આવ્યો ન હતો.

ધોધંબા તાલુકાના મોલ ગામે રહેતા રૂખલીબેન વદેસીંગભાઈ રાઠવાએ પોપતાના ધરમાં ઈગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે રાજગઢ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન બીયર ટીન નંગ-૧૩૯૨ કિંમત રૂ.૩,૧૪,૫૯૨/-, ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી કવાટરીયા નંગ-૨૪૦ કિંમત રૂ.૫૩,૨૮૦/- મળી કુલ રૂ.૩,૬૭,૮૭૨/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. રેઈડ દરમિયાન આરોપી મળી આવ્યો ન હતો. આ બાબતે રાજગઢ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.