ગોધરા શહેર અશરફી મસ્જીદ વિસ્તારમાં ભુર્ગટ ગટરના ખોદકામ દરમિયાન મારી ધસી પડતા ૨૫ વર્ષીય શ્રમિકનું મોત

ગોધરા શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં અશરફી મસ્જીદ નજીક ભુર્ગભ ગટરના ખોદકામ દરમિયાન માટી ધસી પડતા એક શ્રમિકનું ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. ગોધરા ફાયર ટીમ ધટના સ્થળે દોડી આવી હતી અને શ્રમિક યુવકના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગોધરાના પશ્ર્ચિમ વિસ્તારમાં અશરફી મસ્જીદ નજીક ભુર્ગભ ગટરનું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન કામ કરતા માટી ધસી પડવાથી માટીમાં દબાઈ જવા પામ્યો હતો. માટી ધસી પડવાની ધટનામાં શ્રમિક દબાઈ જવાથી ધટનાની જાણ ગોધરા ફાયર બ્રિગેડને કરતા ફાયર ટીમ ધટના સ્થળે દોડી આવી હતી અને શ્રમિક યુવકનું મોત નિપજાવવા પામ્યું હતું. મૃતક શ્રમિકની ઓળખ દાહોદ જીલ્લાના કૃષ્ણ કનુભાઈ ભાભોર ઉ.વ.૨૫ થઈ હતી. ભુર્ગભ ગટરના ખોદકામ દરમિયાન માટી ધસી પડવાની ધટના અંગે કોન્ટ્રાકટરે જણાવ્યું કે, ચોમાસાની સીજન હોવાને જમીનમાં ભેજ હોવાથી માટી ધસી પડવાથી દુર્ધટના સર્જાઈ છે. શ્રમિકના મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલમાં પી.એમ.અર્થે ખસેડવામાં આવ્યો. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે અ.મોતનો ગુનો નોંૅધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.