ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથક વિસ્તાર માંથી ગુમ થયેલ મોબાઈલ ફોનની અરજીના આધારે પોલીસ દ્વારા (સી.ઈ.આઈ.આર.) પોર્ટલની મદદથી ૬ જેટલા મોબાઈલ ફોન રૂ.૧,૧૪,૬૮૭/-ને શોધી કાઢવામાં આવ્યા હતા અને “તેરા તુજ કો અર્પણ અભિયાન અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
પંચમહાલ જીલ્લા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગુમ કે ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સી.ઈ.આઈ.આર. પોર્ટલનો ઉપયોગ કરવા સુચનો આપવામાં આવેલહ ોય સુચનાના આધારે ગોધરા બી ડીવીઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરી હતી અને ગુમ થયેલા મોબાઈલ અરજીઓ સંચાર સાથી (સી.ઈ.આઈ.આર) પર અપલોડ કરી ટેકનીકલ માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી. ૬ મોબાઈલ ફોન કિંમત રૂ.૧,૧૪,૬૮૭/-ને શોધી કાઢવામાં આવ્યા હતા અને પોલીસના “તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.