
માંગરોળ તાલુકાના જામવાળી ગામમાં પુલના મુદ્દે ખેડૂત સાથે થયેલા વિવાદ બાદ ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાને લઈને રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ખેડૂતને અપશબ્દો બોલતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે ધારાસભ્ય પર આકરા પ્રહાર કર્યા છે. પ્રવીણ રામે દારૂના અડ્ડાઓ અને ખનિજ માફિયાઓ સામે પણ આવી જ કડક કાર્યવાહી કરવા પડકાર ફેંકતા અનેક સવાલો ઉઠાવ્યા છે.
તાજેતરમાં માંગરોળના જામવાળી ગામે પુલના નિરીક્ષણ અને તોડકામની કાર્યવાહી દરમિયાન ભાજપના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સરકારી અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન એક અરજદાર અને ખેડૂત સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ધારાસભ્ય ખેડૂતને અપશબ્દો બોલતા હોવાનું જાવા મળ્યું હતું.
વિવાદ બાદ ભગવાનજી કરગઠિયાએ જણાવ્યું હતું કે ડેપ્યુટી કલેક્ટરની મંજૂરી એક મીટરના પુલ માટે હતી, પરંતુ અરજદારે ત્રણથી ચાર મીટરનો પુલ બનાવી દીધો હતો. તેના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાઈ આસપાસની ખેતીમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે કલેક્ટરના આદેશ અનુસાર સ્થળ તપાસ અને કાર્યવાહી માટે ગયા હતા. ત્યાં સામેવાળી વ્યÂક્ત દ્વારા ઉગ્ર બોલાચાલી થતાં તેમણે તે પ્રકારના શબ્દો બોલ્યા હતા. સાથે જ તેમણે એવો દાવો કર્યો હતો કે આવા શબ્દો તેમના વિસ્તારની બોલચાલમાં “રૂટિન” તરીકે વપરાય છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામે આ નિવેદનની ટીકા કરતાં કહ્યું કે જનપ્રતિનિધિ દ્વારા ખેડૂત સાથે અપમાનજનક ભાષાનો ઉપયોગ કોઈપણ રીતે યોગ્ય નથી.તેમણે આક્ષેપ કર્યો કે જનપ્રતિનિધિનું કામ વિકાસના કાર્યો કરવાનું હોય છે, જ્યારે અહીં ખેડૂતોના હિત સાથે જાડાયેલા મુદ્દે વિવાદ સર્જાયો છે.
પ્રવીણ રામે ભાજપના ધારાસભ્યને ખુલ્લો પડકાર આપતાં કહ્યું કે જા ગાળો આપવી ખરેખર “રૂટિન” હોય તો પોતાના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ અને ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ સામે તંત્રને સાથે રાખીને ક્્યારે કાર્યવાહી કરવા જવાના છે તેની તારીખ અને સમય જાહેર કરે.તેમણે કહ્યું કે જા આવી કાર્યવાહી થશે તો આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ સ્થળ પર પહોંચી સમર્થન આપશે.પ્રવીણ રામે જણાવ્યું કે જા ધારાસભ્ય પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા નહીં કરે અને ખેડૂતો સામે કરાયેલા અપમાન બદલ માફી નહીં માંગે તો ખેડૂત સમાજ આ મુદ્દે પોતાનો જવાબ લોકશાહી રીતે આપશે.તેમણે સરકાર પર ખેડૂતો પ્રત્યે બેવડું વલણ અપનાવવાનો પણ આરોપ લગાવ્યો.