સાબરમતી જેલની સુરક્ષા સામે સવાલ: નકલી વકીલ બની આરોપીને મળવા કુખ્યાત પહોંચ્યો

સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. નકલી વકીલ તરીકે કુખ્યાત આરોપી હરેશ મૂલચંદાણી વકીલના સ્વાંગમાં સાબરમતી જેલમાં પ્રવેશ મેળવી એક આરોપીને મળ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે. હરેશ મૂલચંદાણી સામે ક્રિકેટ સટ્ટા સહિતના ગંભીર ગુનાઓના કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આવા ગંભીર ગુનાના આરોપી દ્વારા નકલી વકીલ તરીકે જેલમાં પ્રવેશ મેળવી અન્ય આરોપીને મળવાની ઘટના જેલની સુરક્ષા વ્યવસ્થા અને મુલાકાતની પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ક્રિશન અંબાવીએ રાણીપ પોલીસ મથકમાં અરજી આપી છે. તેમણે નકલી વકીલ બનીને જેલમાં પ્રવેશ મેળવનાર હરેશ મૂલચંદાણી સામે તેમજ આ સમગ્ર ઘટનામાં જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. એડવોકેટ ક્રિશન અંબાવીનું કહેવું છે કે, વકીલ તરીકે આરોપીને મળવા માટે જેલ ઓથોરિટી સમક્ષ અરજી કરવાની હોય છે. આ ઉપરાંત સંબંધિત વકીલનું ઓળખપત્ર પણ જરૂરી હોય છે.

આવી સ્થતિમાં કોઈ વ્યક્તિ નકલી વકીલ તરીકે જેલની અંદર પ્રવેશ મેળવી શકે તે અત્યંત ગંભીર બાબત છે. તેમણે વધુમાં રજૂઆત કરી છે કે, આ પ્રકારની ઘટનાથી માત્ર જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર જ સવાલ ઊભા થતા નથી, પરંતુ જેલમાં રહેલા અન્ય કેદીઓની સુરક્ષા પણ જાખમાઈ શકે છે. નકલી ઓળખ સાથે જેલમાં પ્રવેશ મેળવનાર વ્યક્તિ જા કોઈ કેદી સાથે મુલાકાત કરી શકે છે, તો તેનો ઉપયોગ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે પણ થઈ શકે તેવી શક્યતા નકારી શકાય નહીં.

આ ઘટનાને લઈને એડવોકેટ ક્રિશન અંબાવીએ બાર કાઉÂન્સલ ઓફ ગુજરાત તેમજ અન્ય વકીલ મંડળોને પણ પત્ર લખીને સમગ્ર ઘટનાની જાણ કરી છે. સાથે જ વકીલોની ઓળખની ચકાસણી માટે વધુ મજબૂત વ્યવસ્થા ઊભી કરવાની માગ કરવામાં આવી છે. ખાસ કરીને વકીલો માટે ઈ-વેરિફિકેશનની સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે, જેથી કોઈ વ્યક્તિ માત્ર વકીલનો દેખાવ કે ઓળખપત્ર બતાવીને જેલ જેવી સંવેદનશીલ જગ્યામાં પ્રવેશ મેળવી ન શકે.હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના કમિટી મેમ્બર એડવોકેટ વિરાજ દેસાઈ અને કમિટી મેમ્બર એડવોકેટ પ્રમોદ ગેહલોતે પણ સમગ્ર ઘટનાને ગંભીર ગણાવી છે. તેમના મતે વકીલની ઓળખની ચકાસણીની પ્રક્રિયા માત્ર કાગળ પર નહીં પરંતુ વ્યવહારિક રીતે પણ કડક હોવી જરૂરી છે. જેલમાં પ્રવેશ સમયે વકીલનું ઓળખપત્ર, બાર કાઉÂન્સલની નોંધણી અને સંબંધિત કેસની વિગતોની યોગ્ય રીતે ચકાસણી થવી જાઈએ.

આ ઘટનાએ હવે મોટો સવાલ ઊભો કર્યો છે કે, જા વકીલ તરીકેની ઓળખની પૂરતી ચકાસણી થતી હોય તો નકલી વકીલ તરીકે ઓળખાતો વ્યક્તિ જેલની અંદર પ્રવેશ કેવી રીતે મેળવી શક્યો? જેલમાં આરોપીઓને મળવા આવતી વ્યક્તિઓની ઓળખ અને દસ્તાવેજાની ચકાસણીની પ્રક્રિયામાં ક્્યાં ચૂક રહી અને આ ચૂક માટે જવાબદાર કોણ? હવે સમગ્ર મામલે પોલીસ તપાસમાં નકલી વકીલ તરીકે જેલમાં પ્રવેશ કરનાર હરેશ મૂલચંદાણીની ભૂમિકા, તેને જેલમાં પ્રવેશ કેવી રીતે મળ્યો અને કયા અધિકારી અથવા કર્મચારીની બેદરકારી રહી તે સહિતના મુદ્દાઓની તપાસ મહત્વપૂર્ણ બની રહેશે.સાબરમતી જેલ જેવી અતિસંવેદનશીલ જગ્યાએ કોઈ વ્યક્ત નકલી ઓળખ સાથે પ્રવેશ મેળવી શકે તે માત્ર એક વ્યક્તિની બેદરકારીનો મામલો નથી, પરંતુ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા અંગે ગંભીર સવાલ ઊભો કરે છે.