અમદાવાદ-ઈન્દોર હાઈવે રોડ ભામૈયા નગર પાલિકા પાણીની ટાંકી સામે રોડ પર બોલેરો પીકઅપ નંબર એમપી.ઝેડએન.૨૦૫૬ના ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને ગાયો ચરાવી પરત ધરે ફરતા ચાર ગાયોને અડફેટમાં લઈ ચાર ગાયોના મોત નિપજાવી રૂ.૧,૪૦,૦૦૦/-નું નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
અમદાવાદ-ઈન્દોર હાઈવે રોડ ભામૈયા પાસે નગર પાલિકા પાણીની ટાંકી સામે રોડ ઉપરથી ફરિયાદી ચંાદાભાઈ ઓધડભાઈ ભરવાડ પોતાની ૩૫ જેટલી ગાયો ચરાવીને ધરે પરત ફરી રહ્યા હતા. ત્યારે બોલેરો પીકઅપ નંબર એમપી.૧૩.ઝેડએમ.૨૦૫૬નો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને જીગ્નેશભાઈને જમણા પગે ઈજાઓ પહોંચાડી તેમજ ચાર ગાયોને અકસ્માત કરી ઈજાઓ પહોંચાડતા ચાર ગાયો કિંમત રૂ.૧,૪૦,૦૦૦/-નું નુકશાન કરી પીકઅપ ડાલાના ચાલક વાહન મૂકી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.