
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક ભાઈ દ્વારા ભાઈની હત્યાનો હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. ગત મોડી રાતે બે સગા ભાઈઓમાં એક મોટા ભાઈએ તેના નાના ભાઈને લાકડાના ધોકા વડે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે, જે બનાવ બાદ સમગ્ર પંથકમાં હાહાકાર મચી જતા પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગઈ હતી અને હત્યારા ભાઈની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધર છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે મોડીરાતે ગીર સોમનાથ સુત્રાપાડાના મોરાસા ગામમાં આ હત્યાનો બવાન બન્યો છે, જ્યાં મોટા ફળિયા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈમાંથી મોટો ભાઈ નામે હિતેશ રાઠોડ રાતના સમયે અચાનક નાના ભાઈ અજીતસિંહ રાઠોડ પાસે આવી પહોંચ્યો હતો અને તૂંતૂં મેમે સર્જાતા બેંને વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જે બાદ મોટોભાઈ હિતેશ રાઠોડે લાકડાના ધોકા ફટકારી નાના ભાઈ અજીતસિંહ રાઠોડને મોતને ધાટ ઉતારી દીધો હતો.
ઘટના દરમિયાન ચીસો અને ગુમોનો અવાજ સંભળાતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ઘરનું દ્રશ્ય જોતા જ બધા સ્પબ્ધ થઈ ગયા હતા. કારણ કે અજીતસિંહ રાઠોડ લોહિથી લથપથ હાલતમાં નીચે પડ્યો હતો અને આખું ઘર લોહીથી લાલ રંગે રંગાઈ ગયેલું હતું, જે બાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.હાલ આ મામલે પોલીસે અજીતસિંહ રાઠોડની હત્યાના આરોપમાં મોટા ભાઈ હિતેશ રાઠોડની ધરપકડ કરી છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતી-દેતી બાબતે મોટો ભાઈ નાના માટે કાળ બન્યો હોવાનું સામે આવ્યું છે. આસપાસના સ્થાનિક લોકોના કહેવા મુજબ, બંન્ને વચ્ચે લાંબા સમયથી પૈસા બાબતે વિવાદ ચાલતો હતો, જેને ગઈકાલે રાતે ગંભીર સ્વરૂપ ધારણ કરતા આ કરૂણ હત્યાનો બનાવ બન્યો છે, ત્યારે ભાઈ દ્વારા ભાઈની હત્યાના સમાચાર વાયુ વેગે ફેલાતા સમગ્ર પંથકમાં હાલ હાહાકાર મચ્યો છે.