ઈરાન યુદ્ધની અસર,રાજકોટમાં પેટ્રોલ પંપો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે

ઈરાન યુદ્ધને કારણે એલપીજી સંકટ બાદ હવે પેટ્રોલ-ડીઝલ પર તેની અસર પડી રહી છે. ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલની અછત સર્જાય તેવો માહોલ જાવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ ખાનગી કંપનીના પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યાં છે, તો કોઈ જગ્યાએ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જાવા મળી રહી છે. આ વચ્ચે રાજકોટમાં પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઈરાન યુદ્ધને કારણે કાચા તેલ અને એલપીજીની સપ્લાય પર મોટી અસર પડી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે મધ્યપૂર્વમાંથી સપ્લાય ભારતમાં ન પહોંચતા દેશમાં ઈંધણની કટોકટી સર્જાય રહી છે. તેવામાં રાજકોટમાં આઇઓસી અને નયારાએ રાત્રે ૧૦ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટમાં રાત્રે ૧૦ વાગ્યા બાદ પેટ્રોલ પંપ બંધ રહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સંચાલકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફરી વેચાણ શરૂ થશે તેની કોઈ જાણકારી આપવામાં આવી નથી. પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા આ અંગે મહત્વની બેઠક પણ યોજાવાની છે. સૌરાષ્ટÙના અસરગ્રસ્ત ડીલરો એસોસિએશનને પોતાની સમસ્યા જણાવશે.

બીજીતરફ વડોદરામાં પણ સ્થિતિ ગંભીર જાવા મળી રહી છે. શહેરમાં ઘણા ખાનગી પેટ્રોલ પંપો બંધ થઈ ગયા છે. વડોદરા શહેરમાં ખાનગી કંપની દ્વારા સંચાલિત પેટ્રોલ પંપો બંધ કરવામાં આવ્યા છે. કંપનીના આ નિર્ણયથી વાહન ચાલકોમાં ડર જાવા મળી રહ્યો છે. શહેરમાં ઘણા પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવવા માટે વાહનોની મોટી લાઈનો લાગી છે.

રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા અહેવાલોને લઈને જિલ્લા પ્રશાસને સ્પષ્ટતા કરી છે. જિલ્લા કલેક્ટર ડા. ઓમ પ્રકાશે જણાવ્યું છે કે જિલ્લામાં ક્યાય પણ ઈંધણની અછત નથી અને પુરવઠો નિયમિત રીતે ચાલુ છે.

કલેક્ટરના જણાવ્યા અનુસાર રાજકોટ જિલ્લામાં કુલ ૩૬૧ પેટ્રોલ પંપ કાર્યરત છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૪ અને શહેર વિસ્તારમાં ૯૭ પંપોનો સમાવેશ થાય છે. તમામ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કોઈ વિક્ષેપ નથી.

કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે કે, અફવાઓથી પ્રભાવિત થઈને પેટ્રોલ પંપો પર અનાવશ્યક ભીડ ન કરે. તેમણે ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી માહિતીથી સાવચેત રહેવા જણાવ્યું છે. પ્રશાસનના કહેવા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ઈંધણ પુરવઠો સામાન્ય રીતે ચાલુ રહેશે.