
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા HDFC બેન્કના સહયોગથી ફતેપુરા મુસ્લિમ સમાજ અને ખિદમત ગ્રુપ દ્વારા ફતેપુરા ખાતે સફળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ફતેપુરા તેમજ આસપાસના વિસ્તારોના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાથે જ ફતેપુરા પોલીસ મથકના જવાનો દ્વારા પણ રક્તદાન કરીને સમાજહિતમાં સરાહનીય ફાળો આપવામાં આવ્યો હતો.
કેમ્પ દરમ્યાન કુલ 50 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. આયોજકો દ્વારા રક્તદાનના મહત્ત્વ અંગે જાણકારી આપવામાં આવી હતી અને વધુને વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તે માટે પ્રેરણા આપવામાં આવી હતી.
આ પ્રસંગે ફતેપુરા મુસ્લિમ સમાજ અને ખિદમત ગ્રુપ દ્વારા રક્તદાન કરનાર તમામ દાતાઓ, પોલીસ વિભાગ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા HDFCબેન્કનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને સહયોગથી આ રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.