દિવ્યાંગોની સેવા અને સામાજીક કાર્યકરના ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી બદલ તેમને ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.

વિશેલવિન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આયોજીત તા.૨૨-૦૩-૨૦૨૬ ના રોજ રાજકોટ સયાજી હોટલ ખાતે છઠ્ઠું ધ ગાર્ડિયન એન્જલ એવોર્ડ સમારોહ ૨૦૨૬ ભવ્ય રીતે યોજાયો હતો.

ગુજરાતભરના દિવ્યાંગોની વિશેષ જ‚રિયાતના ક્ષેત્રમાં અદ્દભુત યોગદાન આપનાર ૮૯ ગાર્ડિયન એન્જલ્સને સન્માનિત કરવામાં આવ્યા. જેમાં પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાનાં સામલી ગામના ડો. લતેશ પરમારને સામાજીક કાર્યકર દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ એવાર્ડથી સન્માનીત કરવામાં આવેલ હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા (આઈપીએસ) અને મહેમાન-એ-માન તરીકે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા (આઈએએસ) તેમજ વિશેષ મેહમાન તરીકે ગુજરાત મેરિટાઇમ બોર્ડના ચીફ નોટિકલ ઓફિસર કેપ્ટન અશ્વિન સોલંકી તથા ડો. મિલનકુમાર પંડિત રાજકોટ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશેલવિન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી પૂનમ.જી. કૌશિક, ગૌરવ કૌશિક અને તેમની ટીમના વિશેષ હાજરીમાં કાર્યક્રમ ગૌરવભેર યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં સકારાત્મક ઊર્જા, પ્રેરણા અને સમાજસેવા માટેના સમર્પણની અનોખી અનુભૂતિ જોવા મળી હતી.