
દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાની મામલતદાર કચેરી નજીક આજે એક અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ, એક અરજદાર ચૂંટણી સંબંધિત દસ્તાવેજોના કામ માટે કચેરીએ આવ્યા હતા. ત્યારે તેમની કારનું બેક ફેલ થતા વાહન અચાનક ઢાળ તરફ સરક્યું હતું.
કાર અંદાજે ૧૦૦ ફૂટ નીચે ખીણમાં ખાબકી ગઈ અને સ્કોર્પિયો કાર ઊલટો કાર સાથ સાથે ટકરાઈ હતી. અકસ્માતમાં બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થયું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાઈ નથી. ઘટનાના પગલે સ્થાનિક સ્તરે બંને પક્ષોએ સમજૂતી કરી મામલો ઉકેલી લીધો હોવાથી કોઈ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
હાલમાં ચૂંટણી સંબંધિત દસ્તાવેજોની પ્રક્રિયા ચાલી રહી હોવાથી મામલતદાર કચેરી ખાતે વાહનોની અવરજવર વધી છે, જેના કારણે આવી ઘટનાઓ સામે સાવચેતી રાખવાની જરિયાત ઉભી થઈ છે.