દિલ્હી એક્સાઇઝ પોલિસી: નીચલી કોર્ટના નિર્ણય સામે સીબીઆઈની અરજી પર ૯ માર્ચે સુનાવણી

દિલ્હીની એક્સાઇઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્તીગેશન (સીબીઆઇ) એ આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય  કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને કુલ ૨૩ અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ અરજીની સુનાવણી ૯ માર્ચે દિલ્હી હાઇકોર્ટમાં થશે.

તેની ૯૭૪ પાનાની અરજીમાં, સીબીઆઇએ નીચલી કોર્ટના નિર્ણયને આઘાતજનક અને ગેરકાયદેસર ગણાવ્યો છે. એજન્સીનું કહેવું છે કે ટ્રાયલ કોર્ટે મહત્વપૂર્ણ પુરાવાઓને અવગણ્યા અને તપાસ દરમિયાન જાહેર થયેલા તથ્યોને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં નિષ્ફળ ગયા. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે એક્સાઇઝ નીતિમાં કેટલીક ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું, પરંતુ નીચલી કોર્ટે તેને અવગણ્યું.

આ કેસ ૨૦૨૧-૨૨ ની દિલ્હી એક્સાઇઝ નીતિ સાથે સંબંધિત છે, જે આપ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી પરંતુ ભ્રષ્ટાચાર, લાંચ અને કાર્ટેલાઇઝેશનના આરોપો વચ્ચે જુલાઈ ૨૦૨૨ માં રદ કરવામાં આવી હતી. ઝ્રમ્ૈં એ આરોપ લગાવ્યો હતો કે આ નીતિ જાણી જાઈને થોડા વ્યકિતઓને દારૂના વેપારમાં એકાધિકાર આપવા માટે બનાવવામાં આવી હતી અને કરોડો રૂપિયાની લાંચની આપ-લે કરવામાં આવી હતી.

૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ, સ્પેશિયલ જજ જીતેન્દ્ર સિંહની કોર્ટે ૫૯૮ પાનાના આદેશમાં તમામ ૨૩ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઇનો કેસ પૂર્વ-આયોજિત અને બનાવટી હતો, ફક્ત નિવેદનોના આધારે. કોર્ટે તપાસ અધિકારી સામે વિભાગીય તપાસનો પણ આદેશ આપ્યો હતો. સીબીઆઈની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં ૯ માર્ચે સુનાવણી થશે. આ કેસ જસ્તીસ સ્વર્ણકાંત શર્માની સિંગલ બેન્ચ સમક્ષ સૂચિબદ્ધ છે. હોળીની રજાઓ પછી કોર્ટ ફરી ખુલતાની સાથે જ સુનાવણી થશે.