ચિરાગ પાસવાને ‘બિહારના દારૂબંધી કાયદાની સમીક્ષાની માંગ ઉઠાવી

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બિહારમાં દાયકા જૂના દારૂબંધી કાયદાની સમીક્ષાની માંગ કરી છે. તેમણે આની જરૂરિયાત પર ભાર મૂક્્યો, કહ્યું કે તેના અમલીકરણને અસરકારક બનાવવા માટે ખામીઓ ઓળખવી જાઈએ અને તેને દૂર કરવી જાઈએ.

હોળી પહેલા, પાસવાને પટનામાં કહ્યું હતું કે જે હેતુઓ માટે કાયદો ઘડવામાં આવ્યો હતો તે પ્રાપ્ત થઈ રહ્યા છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવું જાઈએ. તેમણે કહ્યું, “આ સમીક્ષા એ મૂલ્યાંકન કરવા માટે જરૂરી છે કે જે હેતુઓ માટે કાયદો ઘડવામાં આવ્યો હતો તે પ્રાપ્ત થઈ રહ્યા છે કે નહીં. જા નહીં, તો ખામીઓને ઓળખીને દૂર કરવી જાઈએ.”

પાસવાને સ્પષ્ટતા કરી કે સમીક્ષાને પ્રતિબંધ હટાવવાની હિમાયત તરીકે ન જાવી જાઈએ. તેમણે કહ્યું, “જ્યારે આપણે સમીક્ષા વિશે વાત કરીએ છીએ, ત્યારે ઘણીવાર ગેરસમજ થાય છે કે આપણે પ્રતિબંધ સમાપ્ત કરવાની વાત કરી રહ્યા છીએ. મારું માનવું છે કે સમય જતાં કોઈપણ યોજનામાં સુધારો કરવા માટે સતત સમીક્ષા જરૂરી છે.”

લોક જનશકિત  પાર્ટી (રામ વિલાસ) ના રાષ્ટ્રીય  અધ્યક્ષ પાસવાને કહ્યું કે તેઓ દારૂને નિયંત્રિત કરવાના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે કારણ કે વ્યસન પરિવાર અને સમાજ બંને માટે ઘાતક છે. તેમણે યાદ કર્યું કે જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળની જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) સરકારે દારૂબંધી લાગુ કરી હતી, ત્યારે તેમના પક્ષે વિરોધમાં હોવા છતાં પણ આ પગલાને સમર્થન આપ્યું હતું.

તેમણે કહ્યું, “દારૂના સેવન અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાનો વિચાર સામાજિક રીતે વાજબી છે.” જાકે, પાસવાને રાજ્યમાં નકલી દારૂના સેવનને કારણે સમયાંતરે થતા મૃત્યુ અને દારૂની ‘હોમ ડિલિવરી’ના આરોપોનો ઉલ્લેખ કર્યો.