દે. બારીયા સર્કલ બજારના ગરબા માટે અંતિમ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે

દે.બારીયા શહેરમાં રજવાડી સમય દરમિયાન શેરી ગરબાઓ થતા હતા. જેમાં કાલીકા મંદિર, ટાવર શેરી, હોળી ચકલા, ડેરી ફળીયાના ગરબા ખુબ જોતા હતા. આજે કોર્મશીયલનું લાંછન લાગી ગયું હોય તેવું દેખાય છે. આજના સમયે સર્કલ બજારનો ગરબો ખુબ પ્રખ્યાત છે. જેમાં જેક પોટમાં ઈકો ગાડી સાથે ટ્રેકટર જેવા મોટા ઈનામો સાથે ૨૨૨ આઈટમો રાખવામાં આવેલ છે. રૂ.૨૫૦/-ના પહોંચ મેળવીને નસીબ અજમાવવાની તક છે. જેમાં વિદ્યાર્થીઓને ૨૦૦/- રૂપીયાની પહોંચ લેવાની તક પણ અપાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જય માતાજી ગરબા મંડળ આયોજીત સર્કલ બજાર ગરબા તા.૧૧/૧૦/૨૦૨૬ ના આસો સુદ-૧ રવિવારથી આપણી ગરવી ગુજરાતની આગવી ઓળખ રાસ ગરબાની રમઝટ શરૂ થવા જાય છે. તેના માટે સર્કલ બજારમાં ગરબાના કલાકારો માટે મોટો સ્ટેજ બનાવવામાં આવ્યો છે. સાથે પંડાલને આખરી ઓપ આપીને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. યુવા ખેલૈયાઓમાં ખાસ કરીને યુવતિઓમાં ખૂબ ઉત્સાહ જોવામાં આવે છે. જ્યારે આ ગરબાની શરૂ આત થતાની સાથે શહેરના બજારમાં ખાસ કરીને ખાણીપીણીના સ્ટોલ ઉપર ભીડ જામ સે સ્ટેટ રજવાડી સમયથી શહેરનો દશેરાનો મેળો ખૂબ વખણાય છે. તે હાલમાં જળવાઈ રહી છે.