ગોધરા સિવિલના દવાના સ્ટોર રૂમમાં આગ લાગતા મોટા પ્રમાણમાં દવાઓ બળીને ખાખ થઈ

ગોધરાની મેડિકલ કોલેજ માન્ય સિવિલ હોસ્પિટલના દવા સ્ટોર ‚મમાં મધ્યરાત્રીએ આગ લાગી હતી. આ ઘટનામાં સદનસીબે ૨૦૦થી વધુ દર્દીઓનો બચાવ થયો હતો.

આગ લાગતા હોસ્પિટલમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ અને પોલીસનો કાફલો તરત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

તંત્રની સમયસૂચકતાને કારણે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા, જેનાથી મોટી જાનહાનિ ટળી હતી. આગને કાબૂમાં લેવા માટે ભારે પ્રયાસો કરાયા હતા. આ આગમાં મોટા પ્રમાણમાં દવાઓનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

ગોધરાની મેડિકલ કોલેજ માન્યા સિવિલ હોસ્પિટલમાં ૧૦ જુલાઈ ૨૦૨૫ રોજ પણ આ જ મેડિકલ સ્ટોર ‚મમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં મોંઘી દવાઓના જથ્થાને નુકશાન થયું હતું. દવાનો કેટલો જથ્થો નષ્ટ થયો તે વિશે હોસ્પિટલ તરફથી આજદિન સુધી નુકશાનીની કોઈ જ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.