ધોધંબાના પાધોરા પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો

ઘોઘંબા તાલુકાની પાધોરા પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિક મેળાનું આયોજન થયું હતું. આ મેળામાં અલગ-અલગ પગાર કેન્દ્રની કુલ ૧૬ શાળાઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ પાંચ અલગ-અલગ વિભાગમાં પોતાની કૃતિઓ રજૂ કરી હતી.

બાળ વૈજ્ઞાનિકોએ મહેમાનો, શિક્ષકો અને વાલીઓને પોતાની કૃતિઓ વિશે સમજ આપી. તેમણે પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનું પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું.

આ પ્રસંગે વિવિધ શાળાઓના સીઆરસી કો-ઓર્ડિનેટર, શિક્ષકો, ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને ગામના વાલીઓ હાજર રહ્યા. ઉપસ્થિત લોકોએ કૃતિઓ જોઈને વિદ્યાર્થીઓના પ્રયત્નોના વખાણ કર્યા.

આવા મેળાથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચાર અને સંશોધન કરવાની ભાવના વધે છે. આ કાર્યક્રમથી શિક્ષણની સાથે સર્જનાત્મકતાને પણ પ્રોત્સાહન મળ્યું.