
પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે પશુ સંરક્ષણ ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને પકડ્યા છે. આ બંને આરોપીઓ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતા. તેમને પકડીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યા.
પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચાલી રહી છે.
આ દરમિયાન, પેરોલ-ફર્લો સ્કવોર્ડને બાતમી મળી હતી. તેના આધારે જાવેદભાઈ અબ્બાસભાઈ પઠાણ (રહે. પીઠઈ નારતળાવ, કઠલાલ, ખેડા) અને જાકીર નબીભાઈ કુરેશી (રહે. હુસેની ચોક, કસાઈવાડા, કઠલાલ, ખેડા) ને તેમના ઘરેથી પકડવામાં આવ્યા.
આ સમગ્ર કાર્યવાહી પેરોલ-ફર્લો સ્કવોર્ડના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. જે.ડી. તરાલ અને સ્કવોર્ડના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.