
સંખેડા તાલુકાના નાગરિકોની લાંબા સમયથી પડતર માંગણી પૂરી થઈ છે. સંખેડાથી રાજપીપળા માટે નવી જઝ બસ સેવા શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સામાજીક કાર્યકર જયેશ રોયની રજૂઆત સફળ રહી છે.
આ નવો રૂટ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીના સહયોગથી શરૂ કરાયો છે. રાજપીપળા ડેપો દ્વારા ચલાવાતી આ બસ સવારે 09:05 કલાકે સંખેડા બસ સ્ટેન્ડથી ઉપડશે.તેનો રૂટ ગોધરા, બોડેલી, સંખેડા, કઠોલી, વ્હોરા, ઉતાવડી ચોકડી થઈને રાજપીપળા સુધીનો રહેશે. આ રૂટથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, વેપારીઓ, રોજિંદા મુસાફરો અને ભોઈ સમાજના લોકોને સુરત તરફ અવર-જવર માટે ઘણી રાહત મળશે. નાગરિકો વતી રાજપીપળા ડેપોના અધિકારીઓ અને ST નિગમના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરાયો છે.