
છેલ્લા ૨૦ વર્ષની પરંપરા મુજબ, આસો નવરાત્રી નિમિત્તે કવાંટથી પાવાગઢ પદયાત્રા સંઘ માતાજીના દર્શને જવા નીકળ્યો છે. આ સંઘમાં કવાંટ નગરના ૫૦ થી ૬૦ યુવાનો જોડાયા છે.
ગત રાત્રે કવાંટ નગરમાં પદયાત્રા સંઘ દ્વારા માતાજીના રથ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ‘બોલ મહાકાળી માત કી જય’ ના જયઘોષથી કવાંટ નગર ભક્તિમય બની ગયું હતું.
આ સંઘ આજે સવારે કવાંટથી પાવાગઢ જવા રવાના થયો છે. પદયાત્રીઓ ચાલીને પાવાગઢ પહોંચશે અને આસો નવરાત્રીના પહેલા નોરતે મહાકાળી માતાના દર્શન કરશે.