
બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ૯ ઓક્ટોબરના રોજ સાંજે ૫ વાગ્યે નવરાત્રી તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પી.આઈ. પી.એસ. બરંડાની અધ્યક્ષતામાં આ બેઠકમાં નવરાત્રી દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવા ચર્ચા થઈ.
આ બેઠકમાં બોડેલી નગરના ગરબા આયોજકો, વરિષ્ઠ નાગરિકો, આગેવાનો અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી બાબતો પર ચર્ચા કરાઈ.
ખાસ કરીને બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા પર ભાર મૂકવામાં આવ્યો. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે સીસીટીવી કેમેરાની જરિયાત પર ભાર મુકાયો હતો. પોલીસ તંત્ર દ્વારા પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચર્ચા-વિચારણા કરાઈ.