શહેરા અને મોરવા હડફ તેમજ જીલ્લામાં આવેલ મામલતદાર અને પ્રાંત કચેરીના મહેસૂલી કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. હડતાળના ત્રીજા દિવસે પણ ઈ-ધરા, રેશનકાર્ડ અને જનસેવા કેન્દ્રો બંધ રહેતાં કચેરીઓ સુમસામ બની હતી, જેના કારણે દૂર-દૂરથી અગત્યના કામ અર્થે આવતા અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
શહેરા અને મોરવા હડફ તેમજ જીલ્લામાં આવેલ મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરી ખાતે ફરજ બજાવતા મહેસૂલ કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા. કર્મચારીઓની હડતાળના ત્રીજા દિવસે પણ યથાવત રહેતાં મામલતદાર અને પ્રાંત કચેરી પરિસર સુમસામ નજરે પડી રહ્યું હતું. સરકારી કચેરીઓમાં રોજિંદા કામકાજ અર્થે આવતા સેંકડો અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. મહેસૂલી કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતાં કચેરીની દૈનિક ટિન કામગીરી પર તેની સીધી અસર જોવા મળી રહી હતી. ખાસ કરીને મામલતદાર કચેરી સંલગ્ન ઈ-ધરા વિભાગ, રેશનકાર્ડ શાખા તેમજ જમીન મહેસૂલને લગતી કામગીરી સંપૂર્ણ અટકી પડી છે. આ ઉપરાંત, આવક, જાતિ અને અન્ય જરી દાખલાઓ ઈશ્યૂ કરતા જનસેવા કેન્દ્રો પણ બંધ રહેતાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો અટવાઈ પડ્યા હતા. તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાડું ખર્ચીને આવતા અરજદારોને ભારે નિરાશા સાંપડી રહી હતી. કચેરીના ટેબલો ખાલીખમ જોવા મળી રહ્યા છે અને કચેરી પરિસરમાં દરરોજ જોવા મળતી ચહલપહલને સ્થાને સન્નાટો છવાઈ ગયો હતો. કચેરી ખાતે કામ અર્થે આવેલ અરજદારોમાં હાલ એક જ અપેક્ષા જોવા મળી રહી છે કે રાજ્ય સરકાર અને મહેસૂલી કર્મચારી મંડળ વચ્ચે વહેલી તકે સકારાત્મક વાટાઘાટો થાય, હડતાળનો સુખદ અંત આવે અને કચેરીની તમામ સેવાઓ પૂર્વવત શ થાય જેથી લોકોને આ હાલાકીમાંથી મુક્તિ મળી શકે તેમ છે.