પંચમહાલમાં બાગાયતી યોજનાઓ માટે અરજીઓ મંગાવાઈ

પંચમહાલ જીલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ યોજનાઓ અંતર્ગત ખેડૂતો ૦૧/૧૦/૨૦૨૬ થી ૧૫/૧૦/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જેમાં મુખ્યત્વે ફળપાકોમાં ફિલ્ડ કવર થી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ, હાઇબ્રિડ (હાઇ-ઇલ્ડર) પાકોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તમામ ઘટકો માટે આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું મૂકવામાં આવેલ છે. સહાય મેળવવા માંગતા ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતેના વિ.સી.ઇ. મારફત અથવા ઇન્ટરનેટના માધ્યમ દ્વારાhttps://ikhedut.gujarat.gov.in વેબસાઇટ પરથી ઓનલાઇન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરવાની રહેશે.

નોંધણી થયેલ તથા નવી નોંધણી કરનાર ખેડૂતોએ પોતાનું આધાર ઓથેન્ટિકેશન ફરજીયાતપણે કરવાનું રહેશે. ત્યારબાદ જ અરજી ક્ધફર્મ થઈ શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી, અરજી ક્ધફર્મ કરી તેની પ્રિન્ટ મેળવી ખેડૂતોએ પોતાની પાસે રાખવાની રહેશે. મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરી જ‚રી સાધનિક કાગળો સહિત જીલ્લાના ‘નાયબ બાગાયત નિયામક, ગોધરા, જીલ્લા પંચાયત, સેવા સદન-૨, બીજો માળ, રૂમ નં. ૯-૧૨’ ખાતેરૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવાની રહેશે, તેમ નાયબ બાગાયત નિયામક, ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.