દુકાનનો સામાન તથા બીજા માળમાં ઘર વખરીનો સામાન વગેરે સંપૂર્ણ બળીને ખાખ: આગમાં અંદાજીત પિયા સાડા પાંચ લાખનું નુકસાન.
ગરબાડાના અભલોડ ગામના ગામ તળ ફળિયામાં ગઈકાલે સાંજે બુટ-ચપ્પલની એક દુકાનમાં લાગેલી આગે દુકાનની ઉપરના માળને પણ લપેટમાં લઈ લેતા બુટ- ચપ્પલ ની દુકાનનો સામાન તથા ઉપરના માળે ઘર વખરીનો સામાન સંપૂર્ણ બળીને રાખ થઈ જતા આગમાં અંદાજે રૂપિયા સાડા પાંચ લાખનું નુકસાન થયાનું ફાયર સુત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે. ગરબાડા તાલુકાના અભલોડ ગામે ગામ તળમાં ફળિયામાં રહેતા દેવજીભાઈ સેવાભાઈ કોરાળીની પોતાના મકાનના નીચેના માળે આવેલ બુટ-ચપ્પલની દુકાનમાં ગઈકાલે મોડી સાંજના સાડા છ વાગ્યાના સુમારે આકસ્મિક રીતે અચાનક આગ લાગી હતી. અને આ આગ ધીરે ધીરે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં આગ ભીષણ બનતા પોતાના મકાનનો ઉપરનો માળ પણ આગની લપેટમાં આવી ગયો હતો અને આખા મકાનને આગની લપેટે ઘેરી લીધું હતું. ઘટનાની જાણ થતા જ ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રાથમિક તબક્કે સામાન્ય રીતે પાણીનો છંટકાવ કરી આગ હોલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા ન મળતા ગ્રામજનોએ તાત્કાલિક દાહોદ ફાયર સ્ટેશને આગ અંગેની જાણ કરતા દાહોદ ફાયર સ્ટેશનના ફાયર બ્રિગેડના લાસ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પાણીનો સતત મારો ચલાવી આગ હોલવવાનો પ્રયાસ કરી ભારે જહમત બાદ આગ પર કાબુ મેળવી આગ હોલવી નાખી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. પરંતુ આગમાં બુટ-ચપ્પલની દુકાનમાંનો નવા બુટ-ચપ્પલનો સામાન તથા દુકાનના ઉપરના માળમાં ઘરવખરીનો સામાન વગેરે સંપૂર્ણ બળીને રાખ થઈ જતા આગમાં અંદાજીત રૂપિયા ૫.૫૦ લાખનં નકસાન થવા પામ્યું હતું.