દે.બારિયા તાલુકાના કુવા ગામના દંપતીની ડી કમ્પોઝ થયેલી લાશો ડુખળી ગામે ઝાડી ઝાંખરામાં ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવી

દસેક દિવસ અગાઉ પોતાના ઘરેથી નીકળેલ દેવગઢબારિયા તાલુકાના કુવા ગામના ડુંગર ફળિયામાં રહેતા દંપત્તિની લાશ દેવગઢબારિયા તાલુકાના ડુખળી ગામે ખોસ ફળિયામાં પાનમ નદીના કિનારા નજીકના ઝાડી ઝાંખરામા કાપડના દુપટ્ટા વડે ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં ડી-કંપોઝ થયેલી મળી આવતા પંથકમાંભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્તવિગત અનુસાર દેવગઢબારિયા તાલુકાના કુવા ગામે ડુંગર ફળિયામાં રહેતા ૩૭ વર્ષીય ધીરાભાઈ સોનાભાઈ પટેલ તથા તેની પત્ની ૩૮ વર્ષીય ભારતીબેન ધીરાભાઈ સોનાભાઈ પટેલ એમ બંને પતિ-પત્નીના લગ્ન ૧૯ વર્ષ અગાઉ સામાજીક રીત રિવાજ મુજબ થયા હતા, જે બંને જણા દસેક દિવસ અગાઉ વહેલી સવારે ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ પરત ઘરે આવ્યા ન હતા. ધીરાભાઈના પિતાએ તેઓની શોધખોળ પણ કરી હતી પરંતુ તે બંનેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જ્યારે આ બંને પતિ-પત્નીની લાશ તારીખ ૦૫-૦૭-૨૦૨૬ નારોજ બપોરના સમય દેવગઢ બારિયા તાલુકાના ડુખળી ગામે ખોસ ફળિયામાં પાનમ નદીના કિનારા નજીકના ઝાડી-ઝાખરામાં કાપડના એકદુપટ્ટા પડે ઝાડની ડાળીએગળે ફાંસો ખાધેલહાલતમાં ડી કમ્પોઝ થયેલી મળી આવી હતી. ઘટનાની જાણ દેવગઢબારિયા પોલીસને થતા જ દેવગઢ બારિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ડી કમ્પોઝ થયેલી બંને પતિ પત્નીની લાશ ઝાડ પરથી ઉતારી પંચો ‚બ‚ પંચનામું કરી લાશને પીએમ માટે દેવગઢબારિયા સરકારી દવાખાને મોકલી આપી હતી. ઘટનાની જાણ મરણ જનાર ધીરાભાઈ સોનાભાઈ પટેલના પિતા સોનાભાઈ વેચાતભાઈ પટેલને કરાતા તેઓ પણ દેવગઢ બારિયા સરકારી દવાખાને દોડી આવ્યા હતા.

આ સંબંધે તેઓએ પોતાના પુત્ર અને પુત્રવધુ બંનેને મનમાં કાંઈ લાગી આવતા કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવતર ટુંકાવ્યું હોવાની લેખિત જાહેરાત દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં આપતા દેવગઢ બારિયા પોલીસ આ મામલે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે બીજી તરફ ખરેખર આ આત્મહત્યા છે કે, કોઈકે તેઓની હત્યા કરીને કે બંનેની લાશોને ઝાડ પર ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકાવી દઈ હત્યાના ગુનાને આત્મહત્યાના ગુનામાં ફેરવવાની ચેષ્ટા કરી હોવાની ચર્ચાઓએ પણ ભારે વેગ પકડ્યો છે. ત્યારે સાચી હકીકત તો પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળે તેમ છે.