ગોધરા શહેરના શિકારી મહોલ્લા પુકાર બેકરી સામે રહેતા આરોપીએ વીજ સીંગલ ફેઝ મીટર એમ.જી.વી.સી.એલ. નં.૩૨૬૭૯૦ના ગ્રાહકે વીજ ચેકીંગ દરમિયાન શંકાસ્પદ લાગતા આરોપીએ પોતાના ધરની દિવાલ પર લાગેલ સીંગલ ફેઝ મીટર ચોરી કરી સંતાડી દઈ કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કં૫ની દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન શિકારી મહોલ્લા પુકાર બેકરી સામે રહેતા અબ્દુલ સલામ મોહમંદ સઈદ ભટુક એ વીજ સીંગલ ફેઝ મીટર એમ.જી.વી.સી.એલ. નં.૩૨૬૭૯૦ના ગ્રાહક નંબર-૦૧૦૦૩૦૨૭૭૨૫ના આરોપીનું વીજ મીટર ચેકીંગ દરમિયાન શંકાસ્પદ જણાયું હતું. જેથી આરોપીએ ધરની દિવાલ પર લાગેલ મીટર બોકસ માંથી સીંગલ ફેઝ વીજ મીટર કિંમત રૂ.૪,૦૦૦/-ની ચોરી કરી અથવા કયાંક સંતાડી દઈ ગુનો કર્યાની ફરિયાદ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.