ગોધરા તાલુકાના મોરડુંગરા ગામના આરોપીએ વિદેશ યુરોપ આમેનિયા લઈ જવાનો વિશ્ર્વાસ આપી ટીકીટ અને વિઝા પેટે ૧૨ વ્યકિત પાસે રૂ.૧૮ લાખ લઈ અંગત કામે વાપરતા વિશ્ર્વાસધાત કર્યાની ફરિયાદ

ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે રહેતા આરોપી ઈસમે ૧૨ જેટલા વ્યકિતઓને યુરોપ આમેનીયા લઈ જવાનો વિશ્ર્વાસ આપ્યો હતો અને ટીકીટ અને વિઝા પેટે એક વ્યકિતના રૂ.૧,૫૦,૦૦૦/- લેખે રૂ.૧૮,૦૦,૦૦૦/-લાખ મેળવી વિદેશ જવા માટે ટીકીટ વિઝા નહિ કરાવી તેમજ નાણાં પરત નહિ કરી છેતરપિંડી વિશ્ર્વાસધાત કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.

ગોધરા તાલુકાના મોરડુંગરા ગામે રહેતા આરોપી કલ્પેશભાઈ રમેશભાઈ પટેલીયા એ ફરિયાદી ગુલાબસિંહ કાન્તીભાઈ પટેલીયા (રહે. મોરડુંગરા) તેમજ કંકુથાંભલા ગામના ૧૨ જેટલા વ્યકિતઓને યુરોપ આમેનીયા લઈ જવાનો વિશ્ર્વાસ આપ્યો હતો અને યુરોપ આમેનીયા વિદેશ જવા માટે એક વ્યકિતના ટીકીટ અને વિઝા માટે રૂ.૧,૫૦,૦૦૦/- લેખે ભરવા પડશે તેમજ જણાવ્યું હતું અને ૧૨ વ્યકિતઓ પાસેથી અલગ-અલગ સમયે તમામ પાસેથી રૂ૧૮,૦૦,૦૦૦/- લાખ રૂપીયા પડાવી લીધા હતા અને ફરિયાદી અને અન્ય વ્યકિતઓને યુરોપ આમેનીયા વિદેશની ટીકીટ અને વિઝા નહિ કરાવી મેળવેલ રૂપીયા પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા. ફરિયાદી અને અન્ય ભોગબનનાર વ્યકિતઓને નાણાં પરત આપવા બાબતે ગલ્લાતલ્લા કરી નાણાં પરત નહિ આપી ફરિયાદી અને અન્ય વ્યકિતઓ સામે વિશ્ર્વાસધાત છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંઘાવા પામી છે.