રાજયમાં હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજય ભરમાં આ કામગીરી અંતિમ તબકકામાં પહોંચી છે. જેમાં દાહોદ જિલ્લામાં પણ 98.11 ટકા કામગીરી પુર્ણ થઈ ગઈ છે. હવે બાકીની કામગીરી પુર્ણ કરવા મથામણ ચાલી રહી છે. ત્યારે દાહોદ જિલ્લામાં એક મોટો સામાજિક અને ધાર્મિક અવરોધ ઉભો થયો છે. જિલ્લાના આદિવાસી સમુદાયના પ્રચલિત સતીપતી પંથમાં માનતા 500થી વધુ પરિવારોનુ જઈંછ નુ ફોર્મ ભરવાનો સ્5ષ્ટ ઈન્કાર કરી દીધો છે. જેના કારણે જિલ્લાની કામગીરી પુર્ણ થતાં છતાં અટકી પડી છે. દાહોદ જિલ્લામાં આ પંથકમાં માનતા 500થી વધુ પરિવારો વસવાટ કરે છે.
આ પંથના અનુયાયીઓ ભારતના વર્તમાન બંધારણ, કાયદાઓ અને સરકારને સ્વિકારતા નથી. તેઓ પોતાને જાતને એસી., ભારત કુટુંબના સભ્યો માને છે. એસી નો અર્થ સામાન્ય રીતે આદિજાતી કિંગડમ તરીકે થાય છે. આ માન્યતા હેઠળ તેઓ ભારતીય પ્રજાસત્તાકના કાયદેસર દસ્તાવેજો અથવા પ્રક્રિયાઓનો ભાગ બનવાનુ ટાળે છે. કારણ કે, તેઓ પોતાને આ ભુમિના મુળ માલિક માને છે. એસ.આઈ.આર.ફોર્મ ભરવાની પ્રક્રિયામાં વ્યક્તિગત વિગતો અને નાગરિકતાની પૃષ્ટિ કરવાની જરૂરી પડતી હોવાથી આ પંથના અનુયાયીઓ તેને ભારત સરકારનુ ૃસાર્વભોૈમત્ય સ્વિકારવા સમાન ગણીને સહકાર આપવાનો ઈન્કાર કરી રહ્યા છે. તેઓ સરકાર દ્વારા આપવામાં આવતી કોઈપણ સુવિધા પણ સ્વિકારતા નથી. એટલે કે, વીજળી-પાણી પણ કુદરતી સ્ત્રોતથી જ મેળવે છે. અનાજ પણ જાતે પકવે છે. અને તેઓ કુદરતી સંપત્તિને જ તેઓ પોતાની ગણે છે. જો આ પરિવારો ફોર્મ ભરવાથી દુર રહેશે તો ભવિષ્યમાં સરકારી યોજનાઓનો લાભ, જમીનના અધિકારો અને અન્ય આવશ્યક સરકારી પ્રક્રિયાઓમાં તેમને મુશ્કેલી પડી શકે છે. આ પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ તેઓ સાથે હાલમાં વાટાધાટો અને સમજાવટનો માર્ગ અપનાવવાનુ નકકી કર્યુ છે. આ પંથના લોકોની ધાર્મિક માન્યતાઓને માન આપીને તેમને સમજાવવા માટે તંત્ર રાજકિય અગ્રણિઓ સાથે બેઠક કરવાની તૈયારીઓ કરી રહ્યુ છે.