છોટાઉદેપુરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે કાર્યશાળા:બોડેલી APMC માં યોજાઈ

બોડેલી APMC માં છોટાઉદેપુર જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે એક કાર્યશાળા યોજાઈ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ૨૫ વર્ષથી દેશ અને સમાજની સેવા કરી રહ્યા છે. તેમના કાર્ય અને માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓએ લોકો વચ્ચે રહી સરકારની યોજનાઓ અને વિકાસકાર્યોનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ચર્ચા કરી.

કાર્યશાળામાં કાર્યકર્તાઓને સરકારના વિકાસકાર્યોની સમીક્ષા કરવા માર્ગદર્શન અપાયું. તેમને લોકો માટેની યોજનાઓની માહિતી પહોંચાડવા અને સરકારી કામગીરી અંગે લોકોમાં જાગૃતિ લાવવા પણ જણાવાયું.

આ પ્રસંગે વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયા, છોટાઉદેપુર જીલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જીલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા હાજર રહ્યા. તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત હતા.

કાર્યશાળા દરમિયાન સંગઠનને વધુ મજબૂત કરવા અને સરકારની યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે કાર્યકરોને માર્ગદર્શન અપાયું.