ભાવનગરમાં મકાન ભાડે રાખી દારૂ ની હેરાફેરી, ૩૭૪૪ દારૂ ની બોટલ સાથે બે આરોપી ઝડપાયા

ભાવગર શહેર-જિલ્લામાં દારુ ઝડપાવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. શહેરમાં મકાન ભાડે રાખીને દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ૩૭૪૪ દારૂની બોટલો સાથે બે આરોપીને ઝડપી લીધા છે.

બનાવની વિગત જાઇએ તો ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, શહેરની અંદર મકાન ભાડે રાખી દારુ રાખવામાં આવે છે અને ત્યાંથી હેરફેર કરવામાં આવે છે. આ બાતમીના આધારે બાતમીવાળા સ્થળ ઉપર રેડ કરતા લાખો રૂપિયાનો દારુ પોલીસને મળી આવ્યો હતો. આ સાથે જ પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીને ઝડપી પાડ્યા હતા.

ભાવનગરની એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, હરેશ ઉર્ફે ભયલુ ધનજીભાઈ બારૈયા જકાતનાકા મફતનગર વિસ્તારનો રહેવાસી અને તેના સહયોગી પ્રણવ મુકેશભાઈ ડોડીયા કાળીયાબીડવાળો અને સુનિલ રામજીભાઈ મકવાણા અકવાડાવાળો સાથે મળીને કાળુભા રોડ નાનભાવાડીમાં પ્લોટ નંબર ૧૧ અને ૧૩ મ્નું મકાન ભાડે રાખીને બહારથી દારૂ લાવી તેની હેરાફેરી કરે છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરી હતી જ્યાંથી લાખો રૂપિયાનો દારુ ઝડપી લીધો હતો.

ભાવનગર એલસીબી પોલીસે કાળુભા રોડ નાનભા વાડીમાં પ્લોટ નંબર ૧૧ ૧૩ બીનું મકાન ઉપર પહોંચીને તપાસ હાથ ધરી ત્યારે પોલીસને વિવિધ ફ્લેવરની અલગ અલગ કંપનીની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી કુલ ૩૭૪૪ દારૂની બોટલ અને બીયર ટીન ૧૨૦ મળીને ૧૧,૦૧,૨૧૬ ની કિંમતનો દારૂ ઝડપી લીધો હતો. જ્યારે બે સ્કૂટર મળીને કુલ મુદ્દામાલ ૧૨,૬૧,૨૧૬ નો કુલ કબ્જે લીધો હતો.

ભાવનગર એલસીબી પોલીસે કાળુભા રોડ નાનભાવાડીમાં આવેલા મકાનમાં રેડ કરી ત્યારે દારૂની સાથે બે શખ્સોને પણ ઝડપી લીધા હતા. પોલીસે સુનિલ રામજીભાઈ મકવાણા અને પ્રણવ મુકેશભાઈ ડોડીયા નામના શખ્સને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે હરેશ ઉર્ફે ભઇલુભાઇ ધનજીભાઇ બારૈયાને ઝડપવાનો બાકી છે.એલસીબી પોલીસે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા શખ્સો અને મુદ્દામાલ સાથે ધોરણસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે સોપી આપ્યા છે.