ભરુચ શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતી એક યુવાન મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. ૨૭ વર્ષીય પ્રીતિબેન પરમારે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામના વતની પ્રીતિ ઉદૃેિંસહ પરમાર છેલ્લા પાંચ વર્ષથી ભરુચ પોલીસમાં કાર્યરત હતા અને હાલમાં એલઆઇબી શાખામાં ફરજ બજાવતા હતા. ગતરોજ રાત્રિના સમયે તેઓએ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાંક મમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ’બી’ ડિવિઝન પોલીસે મૃતદૃેહને નીચે ઉતારી કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદૃેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ભરુચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક પ્રીતિબેનના સહકર્મીઓ આ સમાચારથી આઘાતમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે ફરજ દૃરમિયાન તેઓ ખૂબ જ ખુશખુશાલ જણાતા હતા. તેઓએ કચેરીમાં સ્ટાફ સાથે પાણીપૂરી ખાધી હતી અને સાથે મળીને નાસ્તો પણ કર્યો હતો. હસમુખો સ્વભાવ ધરાવતા પ્રીતિબેને અચાનક આવું પગલું કેમ ભર્યું તે પ્રશ્ર્ન સૌને સતાવી રહૃાો છે.
ભચ ’બી’ ડિવિઝન પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવશે. સહકર્મીઓના નિવેદૃન નોંધવામાં આવી રહૃાા છે. મમાંથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. યુવાન મહિલા કોન્સ્ટેબલના અકાળે અવસાનથી પોલીસ પરિવાર અને તેમના વતનમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.