
મને ખુશી છે કે કોસ્ટ ગાર્ડ આ દિશામાં આગળ વયું છે અને મહિલા સશક્તિકરણ પર સંપૂર્ણ યાન આપ્યું છે, અને આ આપણા માટે ગર્વની વાત છે
ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષા અને પર્યાવરણીય સંરક્ષણ તરફ સોમવારે એક નવો અયાય ઉમેરાયો. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે દક્ષિણ ગોવાના વાસ્કોમાં ગોવા શિપયાર્ડ લિમિટેડ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ સાથે સેવામાં દેશના પ્રથમ સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજ ‘સમુદ્ર પ્રતાપ’ ને ઔપચારિક રીતે કાર્યરત કર્યું.
અધિકારીઓએ જણાવ્યું કે આ જહાજ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ૧૧૪.૫ મીટર લાંબા જહાજમાં ૬૦ ટકાથી વધુ સ્વદેશી સામગ્રી છે. આ જહાજનું વજન ૪,૨૦૦ ટન છે અને તેની ગતિ ૨૨ નોટથી વધુ છે. આ જહાજ દરિયાઈ પ્રદૂષણ નિયંત્રણ નિયમો, દરિયાઈ કાયદા અમલીકરણ, શોધ અને બચાવ કામગીરી અને ભારતના વિશિષ્ટ આથક ક્ષેત્રના રક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ડિસેમ્બરમાં જીએસએલ ખાતે આ જહાજને ઔપચારિક રીતે કોસ્ટ ગાર્ડને સોંપવામાં આવ્યું હતું.
સંરક્ષણ પ્રધાન સિંહે સોમવારે દક્ષિણ ગોવાના વાસ્કોમાં જીએસએલ ખાતે આ જહાજને કાર્યરત કર્યું. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ અને આઇસીજીના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણિ આ પ્રસંગે હાજર હતા. સિંહે કહ્યું, “ભારત માને છે કે દરિયાઈ સંસાધનો કોઈ એક દેશની મિલક્ત નથી, પરંતુ માનવતાનો સહિયારો વારસો છે.” તેમણે ઉમેર્યું, “જ્યારે વારસો વહેંચવામાં આવે છે, ત્યારે જવાબદારી પણ વહેંચવામાં આવે છે. આ જ કારણ છે કે ભારત આજે એક જવાબદાર દરિયાઈ શક્તિ બની ગયું છે.” સિંહે એમ પણ કહ્યું કે મહિલાઓની પૂરતી ભાગીદારી સુનિશ્ર્ચિત કરવી એ તેમની સરકારનું લક્ષ્ય છે.
તેમણે કહ્યું, “મને ખુશી છે કે કોસ્ટ ગાર્ડ આ દિશામાં આગળ વયું છે અને મહિલા સશક્તિકરણ પર સંપૂર્ણ યાન આપ્યું છે, અને આ આપણા માટે ગર્વની વાત છે.” તેમણે કહ્યું કે મહિલા અધિકારીઓને પાઇલટ, નિરીક્ષક, હવાઈ ટ્રાફિક નિયંત્રકો અને લોજિસ્ટિક્સ અધિકારીઓ જેવા મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું, “માત્ર આ જ નહીં, તેમને હોવરક્રાટ કામગીરીમાં તાલીમ આપવામાં આવી રહી છે. તેમને ફ્રન્ટલાઈન કામગીરીમાં સક્રિય રીતે તૈનાત કરવામાં આવી રહી છે. આજે, મહિલાઓ માત્ર સહાયક ભૂમિકાઓમાં જ નહીં પરંતુ ફ્રન્ટલાઈન યોદ્ધાઓ તરીકે પણ સેવા આપી રહી છે.આઇસીજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘સમુદ્ર પ્રતાપ’નો સમાવેશ જહાજ અને દરિયાઈ ક્ષમતા વિકાસમાં ભારતની ‘સ્વનિર્ભરતા’ તરફ એક મોટું પગલું છે.
તે ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિમત ‘પ્રદૂષણ નિયંત્રણ જહાજ’ છે. તેનું મુખ્ય કાર્ય દરિયામાં તેલ ઢોળવા જેવી ઘટનાઓને શોધી કાઢવાનું અને નિયંત્રિત કરવાનું છે. તે દરિયાઈ પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે અત્યાધુનિક સિસ્ટમોથી સજ્જ છે. આ જહાજ ચીકણા તેલમાંથી પ્રદૂષકો દૂર કરવા, પ્રદૂષકોનું વિશ્લેષણ કરવા અને દૂષિત પાણીમાંથી તેલને અલગ કરવા સક્ષમ છે. તેમાં હેલિકોપ્ટર લેન્ડિંગ સુવિધાઓ પણ છે.