બનાસકાંઠા જિલ્લામાં તલાટી લાંચ લેતા ઝડપાયા, બિલો મંજૂર કરવા માંગી હતી ૧૫ હજારની લાંચ

સરકારી વિભાગોમાં ચાલતા લાંચ અને ભ્રષ્ટાચાર સામે હવે નાગરિકો જાગૃત થઈ રહૃાાં છે, અને એસીબીની મદદથી ઘણી વખત ભ્રષ્ટ સરકારી અધિકારીઓને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. આવા લાંચિયા અધિકારીઓની યાદૃીમાં વધુ એક નામ જોડાયું છે.

ઘણી વખત એવું જાણવા મળે છે કે, સરકારી કચેરીઓમાં કામ કઢાવવા માટે કર્મચારીઓ લાંચ માંગતા હોય છે, લાંચ આપવા ન માંગતા લોકો એસીબીની મદદથી આવા ભ્રષ્ટ અધિકારીઓને કાયદૃાનું ભાન કરાવે છે. બનાસકાંઠા જિલ્લામાં પણ એક લાંચિયા તલાટીને લાંચ લેવી ભારે પડી ગઈ અને હવે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના તલાટીએ વિકાસના કામોના બિલ મંજૂર કરવા માટે ટકાવારી પેટે લાંચ માગી અને આ લાંચ લેતા બનાસકાંઠા એસીબીએ તેમને રંગે હાથ ઝડપી લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના રામપુરા દૃામા ગામે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કીર્તિકુમાર રામાભાઈ પ્રજાપતિએ આ કામના ફરિયાદૃી પાસેથી રામપુરા ગામે ૧૫માં નાણાપંચ અંતર્ગત કરેલા વિકાસના કામના બનેલા બીલો મંજૂર કરવા માટે ટકાવારી પેટે ૧૫,૦૦૦ની ગેરકાયદૃેસર લાંચની માંગણી કરી હતી. ત્યાર બાદૃ ફરિયાદૃીએ બનાસકાંઠા એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું, ત્યારે આ છટકામા રામપુરા દૃામા ગ્રામ પંચાયતના તલાટી ગ્રામ પંચાયતમાં જ ૧૫,૦૦૦ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા.

એસીબીએ તલાટી કમમંત્રીએ સ્વીકારેલ લાંચની ૧૫,૦૦૦ ‚પિયાની રકમ રિકવર કરી છે, અને તલાટી કીર્તિકુમાર રામાભાઈ પ્રજાપતિની અટકાયત કરી છે. લાંચ લેવા બદલ ઝડપાયેલા તલાટીના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોમાં ચર્ચા જાગી છે.