બનાસકાંઠા જીલ્લાના ચંડીસર જીઆઇડીસીમાં ગેરકાયદેસર ઘી ઉત્પાદનનો પર્દાફાશ; રૂ. ૨૪ લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત

બનાસકાંઠા જિલ્લાના ચંડીસર જીઆઇડીસીમાં ગેરકાયદેસર રીતે ઘીનું ઉત્પાદન કરતી પેઢીનો પર્દાફાશ થયો છે. ફૂડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાર્યવાહી કરતા અધિકારીઓએ ભાવેશ કુમાર અશોકભાઈ ચોખાવાલાની પેઢીને સીલ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં કોઈ કાયદેસર પરવાનગી વિના શંકાસ્પદ ઘીનો વ્યવસાય ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું. વારંવાર જાણ કરવા છતાં પેઢીના જવાબદારો હાજર ન રહેતા જાહેર આરોગ્યના હિતમાં પેઢી સીલ કરવામાં આવી. ત્યારબાદ સરકારી પંચો અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં તપાસ હાથ ધરવામાં આવી, જેમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી, પામોલીન તેલ, લેબલ વગરના પ્રવાહી અને અન્ય એડલ્ટરન્ટ પદાર્થોનો સંગ્રહ મળી આવ્યો. આ તપાસ દરમિયાન શંકાસ્પદ ઘી અને એડલ્ટરન્ટના કુલ ૯ નમુના લેવામાં આવ્યા, જે સરકારી ફૂડ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજિત રૂ. ૨૪,૦૯,૯૬૭ની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તપાસમાં પેઢીમાંથી એક્સપાયરી ડેટનું ઘી તથા “ઘુમર” નામે ગાય અને ભેંસના ઘીનું ઉત્પાદન કરી જુદા જુદા રાજ્યોમાં વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું છે. આ સમગ્ર બાબતે જવાબદારો સામે ફૂડ સેટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહીથી જાહેર આરોગ્યનું રક્ષણ થયું છે, કારણ કે ભેળસેળયુક્ત ઘીનું સેવનથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર નુક્સાન થઈ શકે છે. ગુજરાતમાં તહેવારોની સિઝનમાં તાબડતોડ દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેથી નકલી અને શંકાસ્પદ ખાદ્યપદાર્થોનું વેચાણ અટકાવી શકાય. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે, ઘી જેવા આવશ્યક પદાર્થમાં ભેળસેળ કરનારાઓ સામે કડક સજા થવી જોઈએ. ફૂડ સેટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આવા કેસમાં તપાસ ચાલુ છે અને વધુ કાર્યવાહી કરવામાં આવશે. જનતાને અપીલ કરવામાં આવી છે કે, બ્રાન્ડેડ અને વિશ્ર્વસનીય ોતમાંથી જ ઘી ખરીદવું. આ પ્રકારની કાર્યવાહીઓથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અટકાવવામાં મદદ મળશે.