અમદાવાદના અમરાઈવાડીમાં ૧૫ વર્ષના કિશોર સાથે દુર્વ્યવહારનો આક્ષેપ, પડોશી સામે પોસ્કો હેઠળ ફરિયાદ

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ૧૫ વર્ષના કિશોર સાથે ગંભીર જાતીય ગુનો આચર્યાનો મામલો સામે આવ્યો છે. પરિવારની ફરિયાદ અનુસાર, ઘર નજીક રહેતા દીપક ઉર્ફે લાલો પરમાર નામના શખસે કિશોરને ધમકાવીને તેની સાથે બે વખત દુર્વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે અમરાઈવાડી પોલીસે પોસ્કો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, કિશોર આશરે બે મહિના પહેલાં અમરાઈવાડી મેટ્રો સ્ટેશન નજીક મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો. તે દરમિયાન આરોપી તેને નજીકના જાહેર જીમખાના ખાતે લઈ ગયો હોવાનો આક્ષેપ છે. ત્યાં તેને ધમકાવીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ ઘટના અંગે કોઈને જાણ કરશે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. જેના કારણે કિશોરે શરૂઆતમાં પરિવારને આ અંગે જાણ કરી નહોતી.

ફરિયાદ અનુસાર, ૨૫ સપ્ટેમ્બરની રાત્રે કિશોર સોસાયટીમાં હતો ત્યારે આરોપી તેને સોસાયટી પાછળ આવેલા એક એસ્ટેટની અગાશી પર લઈ ગયો હતો. ત્યાં ચપ્પુ બતાવીને ફરીથી દુર્વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પરિÂસ્થતિથી કંટાળેલા કિશોરે આખરે માતા-પિતા સમક્ષ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી.

પરિવારની ફરિયાદના આધારે પોલીસે પોસ્કો સહિતની સંબંધિત કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.કિશોરની ઓળખ અને ગોપનીયતા જળવાઈ રહે તે જરૂરી છે. પોલીસ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી આરોપી સામેના આક્ષેપોને આરોપ તરીકે જ જાવાના રહેશે.