અમદાવાદ કસ્ટમ્સમાં આઇજીએસટી કૌભાંડ, ઈન્સ્પેક્ટર રૂપરામ યાદવની ધરપકડ

અમદાવાદમાં ટેક્સ ચોરીનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે.ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ અમદૃાવાદૃ કસ્ટમ્સ વિભાગના ઈન્સ્પેક્ટર ‚પરામ યાદૃવને ધરપકડ કરી છે. આ કેસમાં એનર્જી ડ્રિક્ધ્સના નામે બોગસ એક્સપોર્ટ કરીને આઈજીએસટી અને સેસના ૪૦ ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો આરોપ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ કૌભાંડ લાંબા સમયથી ચાલી રહૃાું હતું અને તેની રકમ કરોડોમાં પહોંચી ગઈ છે. આ મામલાની તપાસ ચાલુ છે અને અન્ય કસ્ટમ્સ અધિકારીઓ પણ જોડાયેલા હોવાની શંકા છે.

આ કેસમાં મુખ્ય આરોપી તરીકે ધર્મરાજ એન્ટરપ્રાઈઝ જેવી બોગસ કંપનીઓનો ઉપયોગ કરવાનું જાણવા મળ્યું છે. આ કંપનીઓના નામે એનર્જી ડ્રિક્ધ્સના કન્ટેનર્સ એક્સપોર્ટ કરવામાં આવતા હતા, પરંતુ વાસ્તવમાં તેમાં મોકલાયેલા સોટ ડ્રિક્ધ્સ બોગસ હતા. તપાસમાં ખુલ્યું કે આ ‘ડ્રિક્ધ્સ માત્ર સીલ કરેલું કલરફુલ પાણી જ હતું કોઈ વાસ્તવિક ઉત્પાદૃન નહોતું. આ રીતે બોગસ એક્સપોર્ટ કરીને આઈજીએસટી અને સેસના ૪૦ ટકા ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લેવામાં આવતો હતો.

આ કન્ટેનર્સ ખડોયાર વિસ્તારના કન્ટેનર ડેપો પરથી ક્લિયર કરવામાં આવતા હતા. આરોપીઓએ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ (આઈઈસી) બદૃલીને બીજા ઈન્સ્પેક્ટરની ઓળખનો ઉપયોગ કર્યો હતો, જેથી કસ્ટમ્સ ક્લિયરન્સમાં કોઈ અડચણ ન આવે. છેલ્લા ઘણા મહિનાઓથી આવા સંખ્યાબંધ કન્સાઈનમેન્ટ્સ રવાના કરાયા હોવાથી, બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમ કરોડોમાં પહોંચી ગઈ છે. વિશેષજ્ઞોના મતે, આવા કૌભાંડો ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે અને સરકારી આવકને ઘટાડે છે.

અમદૃાવાદૃ કસ્ટમ્સ વિભાગના આ ઈન્સ્પેક્ટર ‚પરામ યાદૃવ પર આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છે. ડીઆરઆઈના અધિકારીઓએ તેમની સામે ડિજિટલ એવિડન્સ જેમ કે ઈમેલ, ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ અને કોમ્યુનિકેશન રેકોર્ડ્સ મેળવ્યા હતા. આ એવિડન્સમાંથી સામે આવ્યું કે યાદૃવે ‚. ૨ કરોડથી વધુની રકમ આ કૌભાંડથી મેળવી હતી. કાયદૃા પ્રમાણે, આવી મોટી રકમના કેસમાં જ ધરપકડ કરવામાં આવે છે, અને યાદૃવને તાજેતરમાં અમલમાં લેવામાં આવી છે.

ડીઆરઆઈના અધિકારીઓએ આ ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે, પરંતુ સરકારી અધિકારી હોવાથી તેઓ સમગ્ર કેસ પર પૂર્ણ માહિતી આપવાનો ઇનકાર કરી રહૃાા છે. તેઓ ‚બરુ વાતચીત કે ફોન પર વિગતો આપવાના વિરુદ્ધ છે, જે કેસમાં વધુ ગુપ્તતા વધારી રહૃાું છે. આઈજીએસટી વિભાગના અધિકારીઓ પણ આ મામલે નિષ્ઠાવાન તપાસ કરી રહૃાા છે.

ડીઆરઆઈ તરફથી ‚પરામ યાદૃવ સામેની તપાસનો પત્ર મળતાં, ૧૮ જાન્યુઆરીએ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દૃીધા હતા. આ કાર્યવાહીથી વિભાગમાં હલચલ મચી ગઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે યાદૃવની સાથે કસ્ટમ્સના અન્ય એક ઈન્સ્પેક્ટર અથવા અધિકારીની સંડોવણી હોવાની મજબૂત શંકા છે. તેમની સામેની તપાસ ઝડપથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.આ કેસમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ્સ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)ની પણ ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. તપાસમાં વધુ એવિડન્સ મળવા પર આ કૌભાંડનું માળખું વધુ સ્પષ્ટ થશે.