
ભરૂચ જિલ્લાના અંકલેશ્ર્વર જીઆઇડીસી વિસ્તારમાંથી ડ્રગ્સના ગેરકાયદૃેસર ઉત્પાદૃનનું એક મોટું રેકેટ ઝડપાયું છે, જેણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દૃીધા છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્ર્વર ય્ૈંડ્ઢઝ્રના રહેણાંક વિસ્તારમાં આવેલી સિદ્ધ કો-ઓપરેશન હાઉિંસગ સોસાયટીમાં એક ભાડાના મકાનમાં સ્ડ્ઢ ડ્રગ્સ બનાવતી આખેઆખી ફેક્ટરી કાર્યરત હતી. આ કૌભાંડનો પર્દૃાફાશ ભરૂચ એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમે કર્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ડ્રગ્સ બનાવનારો આરોપી એક ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે કામ કરતો હતો. તેણે પોતાના ભાડાના મકાનના બાથરૂમનો ઉપયોગ કરીને એક સુસજ્જ લેબ તૈયાર કરી હતી. આ લેબમાં તે અત્યંત ગુપ્ત રીતે સ્ડ્ઢ ડ્રગ્સનું ઉત્પાદન કરતો હતો. ભરૂચ એસઓજીને મળેલી ગુપ્ત માહિતીના આધારે ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ૭૦ ગ્રામ જેટલો તૈયાર એમડી ડ્રગ્સનો જથ્થો,એમડી ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો કાચો માલ (રો-મટીરીયલ) અને ડ્રગ્સ ઉત્પાદન માટેના વિવિધ સાધનો અને ઉપકરણો પણ કબ્જે કર્યા હતા.
આ ઘટનાએ ફરી એકવાર અંકલેશ્ર્વર જીઆઇડીસી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ડ્રગ્સના ઉત્પાદનની વધતી જતી પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો છે. સંવાદદૃાતા અંકિતે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ડ્રગ્સની હેરાફેરી સામાન્ય બની ગઈ છે, પરંતુ હવે અંકલેશ્ર્વર જીઆઇડીસીમાં તો સંપૂર્ણ લેબોરેટરી સ્થાપીને ડ્રગ્સનું મોટા પાયે ઉત્પાદન થતું હતું. આશ્ર્ચર્યજનક રીતે, છેલ્લા એકથી દૃોઢ વર્ષના સમયગાળામાં અંકલેશ્ર્વર જીઆઇડીસીના ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા કેમિસ્ટો કે કર્મચારીઓ દ્વારા ડ્રગ્સ બનાવવાનો આ ત્રીજો મોટો કિસ્સો છે. આ દૃર્શાવે છે કે ઔદ્યોગિક જ્ઞાન અને સંસાધનોનો દૃુરુપયોગ કરીને ગેરકાયદૃેસર ડ્રગ્સ ઉત્પાદનની પ્રવૃત્તિઓ વધી રહી છે.
ભરૂચ એસઓજીની ટીમે આરોપી કેમિસ્ટની ધરપકડ કરી છે અને તેની પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ શરૂ કરી છે. આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે, ડ્રગ્સનો સપ્લાય ક્યાં થતો હતો, અને આ ગુનાહિત પ્રવૃત્તિનું નેટવર્ક કેટલું મોટું છે તે દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે. ઔદ્યોગિક ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાથી ગુણવત્તા અને મોટા પાયે ઉત્પાદૃનની શક્યતાઓ વધી જાય છે, જે યુવાનોના ભવિષ્ય માટે અત્યંત જોખમી છે. પોલીસ આ મામલે સઘન કાર્યવાહી કરીને આવા ગેરકાયદૃેસર ડ્રગ્સ ઉત્પાદનને જડમૂળથી ઉખેડી નાખવા કટિબદ્ધ છે.