ગોધરાના વાવડીબુઝર્ગ ખાતે આવેલી શ્રીરામપાર્ક સોસાયટીમાં ગોધરા એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદે રીતે સંતાડેલો રૂ.૪૨,૧૭૦/-નો દારૂ નો જથ્થો ઝડપ્યો હતો.
ગોધરાના વાવડી બુઝર્ગ સ્થિત શ્રીરામપાર્ક સોસાયટીમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે જીતુ નારણદાસ કલવાણી પોતાના ધરે વેચાણ કરવાના ઈરાદે વિદેશી દારૂ નો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી બાતમી એલસીબી પોલીસને મળી હતી. બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ધરમાંથી તથા ધરની બહાર પાર્ક કરેલી બર્ગમેન ગાડીમાંથી રૂ.૪૨,૧૭૦/-નો વિદેશી દારૂ ની બોટલો, કવાટરીયા અને બિયર ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ ૬૭ હજારનો પ્રોહિ મુદ્દામાલ જપ્ત કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.